દિવ્યાંગ બાંધવોના જીવનમાં પ્રકાશપુંજ બનતી રાજ્ય સરકારની યોજનાઓ

0
18
Share
Share

‘દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન

રાજકોટ જિલ્લાના ૬૯ દિવ્યાંગ યુગલોને રુ. ૩૩.૩૦ લાખની સહાય ચુકવાઈ

રાજકોટ, તા.૨૦

કલ્યાણ રાજ્યના આદર્શોને વરેલી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વડપણ હેઠળની રાજ્ય સરકાર દિવ્યાંગ બાંધવોને દરેક તબક્કે અને સ્તરે આર્થિક-સામાજિક રીતે મદદરૂપ થવા તેમજ તેમના સર્વાગી વિકાસ સાધવા માટે અસરકારક અમલીકરણ કરી રહી છે.

વિકલાંગ વ્યક્તિઓ સમાજમાં સ્વમાનભેર જીવન જીવી શકે અને ઉચ્ચપદ પ્રાપ્ત કરી શકે તે માટે શિક્ષણ, રોજગાર અને સાધનિક સહાય સહિતની અનેકવિધ યોજનાઓ અમલી છે. આ સર્વેથી પર ઉઠીને સમાજ જીવનમાં પણ તેઓને મદદરૂપ થવા માટે રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગ લગ્ન સહાય યોજના અમલી બનાવાઈ છે. જે અન્વયે દિવ્યાંગ યુગલો લગ્નગ્રંથિથી જોડાઈ શકે અને તેમાં થતાં ખર્ચને પહોંચી વળે તે માટે રાજ્ય સરકાર દ્વારા અપિયા ૧ લાખની આર્થિક સહાય આપવામાં આવે છે.

આ યોજના અંગે વાત કરતાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મેહુલગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગ લગ્ન સહાય યોજના અન્વયે રાજ્યમાં વસતા વિકલાંગ વ્યક્તિઓને લગ્ન સંદર્ભમાં આર્થિક સહાય આપવામાં આવે છે. જેમાં વિકલાંગ વ્યક્તિ અન્ય વિકલાંગ વ્યક્તિ સાથે લગ્ન જીવન શરુ કરે તો તેને રૂપિયા ૧ લાખની સહાય આપવામાં આવે છે. જ્યારે વિકલાંગ વ્યક્તિ સામાન્ય વ્યક્તિ સાથે લગ્ન જીવન શરુ કરે તો તેને રૂપિયા ૫૦,૦૦૦ની સહાય ચુકવવામાં આવે છે.રાજકોટ જિલ્લામાં આ યોજના હેઠળ વર્ષ ૨૦૧૮-૨૦૨૦ દરમિયાન કુલ ૬૯ દિવ્યાંગ લાભાર્થીઓને રૂપિયા ૩૩,૩૦,૦૦૦ની સહાય ચુકવવામાં આવી છે. જ્યારે વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ૨૩ લાભાર્થીઓને રૂપિયા ૧૧,૫૦,૦૦૦ની સહાય ચુકવવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here