દિવ્યાંગોના અનકવિધ પ્રશ્નો હલ કરવા મુખ્યમંત્રીને રજુઆત

0
35
Share
Share

દરેક દિવ્યાંગોને રૂ.૫૦૦૦ માસિક પેન્શન આપવા માંગ

રાજકોટ, તા.૨૨

ગુજરાતમાં ૨૦૧૧ની રજીસ્ટર નોંધ મુજબ ૧૨૫૪૫૬ દિવ્યાંગો વસે છે. જેમની હાલત સામાન્ય પરિસ્થિતીમાં પણ દયનીય છે. તો અત્યારે સમગ્ર વિશ્વમાં ચાલી રહેલી કોરોના મહામારીમાં દિવ્યાંગોની હાલત શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. છેલ્લા ઘણા સમયથી દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત પ્રદેશ દ્વારા દિવ્યાંગોનું જીવન ધોરણ ઉંચુ લાવવા માટે તથા દિવ્યાંગોને રોજગાર, પેન્શન, સરકારી નોકરી ભરતી પ્રક્રિયામાં ભારત સરકાર દ્વારા જાહેર કરેલ અનામત લાભ જેવા ગંભીર મુદા પર સરકારશ્રીને રજૂઆત કરેલ છે.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી તથા ઉપ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલને રુબરુ તથા સરકારને  લેખિતમાં રજૂઆત કરેલ છે. પરંતુ આજ દિન સુધી કોઈપણ પ્રકારનો જવાબ મળેલ નથી.

દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત પ્રદેશ દ્વારા ગુજરાતમાં વસતા તમામ દિવ્યાંગોની લાગણી અને માંગણીઓ છે કે, દરેક દિવ્યાંગ વ્યક્તિને પ૦૦૦/- રુપિયાનું માસિક પેન્શન મળવું જોઈએ. જે કુટુંબમાં દિવ્યાંગ વ્યકિત હોય તેને ધારા ધોરણ મુજબ ૦ થી ૧૬ના સ્કોરની બી.પી.એલ. યાદીમાં સામેલ કરવું. અન્યથા દિવ્યાંગોને લગતી તમામ સરકારી યોજનાઓ માંથી બી,પી,એલ.ને નાબૂદ કરવું. દિવ્યાંગ વ્યક્તિઓ માટેની અમુક જગ્યા જેવી કે કોમપ્યુટર ઓપરેટર, ક્લાર્ક, લિફ્ટમેન, ઝેરોક્ષમેન, ટિકિટબારી, આંગણવાડી મદદનીશ વગેરે જેવી જગ્યા પર દિવ્યાંગ વ્યક્તિની જ ભરતી થવી જોઈએ.સરકારી જાહેર ક્ષેત્રોમાં તથા ખાનગીક્ષેત્રોમાં સેવા બજાવતા દિવ્યાંગોને કોન્ટ્રાક્ટ બેઝ કે ફિક્સ વેતનમાં ના સમાવતા તેઓને કાયમી તથા પૂરા વેતનમાં સમાવેશ કરવા જોઈએ. દિવ્યાંગોને દરેક પ્રકારની સરકારી આવાસ યોજનાઓમાં સમાવેશ કરવા અને ધર નું ઘર રાહત દરે મળવું જોઈએ.

દિવ્યાંગોને રોજગારી અર્થે સરળતા થી લોન મળી રહે તેમજ અલ્પસંખ્ય નાણાનિગમની લોનમાં જામીન ની જામીન ગીરોખત નાબૂદ કરવી,દરેક રાજ્યોમાં દિવ્યાંગ નિગમની રચના કરવી તથા દિવ્યાંગ વિકલાંગ ધારો ૨૦૧૬નું દરેક ક્ષેત્રમાં ચુસ્તપણે અમલીકરણ થાય તેવી જોગવાય હાથ ધરવી.દિવ્યાંગ વ્યક્તિને પંચાયતની પાર્લામેન્ટ સુધી પ્રતિનિધિત્વ મળી રહે, ભારત દેશના ૭.૫ કરોડ દિવ્યાંગો દ્વારા બુલંગ માગણી સમર્પિત તેમજ અનામતની અમલવારી કરવી.

દિવ્યાંગોને લોન પર મળતી સબસિડી કાયમી ધોરણે અમલવારી કરવી (૧૦) દિવ્યાંગોને જોગવાય પ્રમાણે ૨ એકર જમીનની ફાળવણી કરવી.  દિવ્યાંગ વ્યક્તિ તથા તેમના બાળકોને તમામ સ્કૂલોમાં અભ્યાસ અર્થે ફી માફી તેમજ આયુષ્માન ભારતની યોજનાનો લાભ આપવો. દરેક દિવ્યાંગ વ્યક્તિને પેટ્રોલ તેમજ વીજળીમાં ૫૦ ટકા રાહત મળવી જોઈએ. ઉપરોકત તમામ માંગણીઓ ૪૦ ટકા કે તેથી વધારે વિકલાંગતા ધરાવતા તમામ દિવ્યાંગોને આવરી લેવા માંગ કરાઇ છે.

આ અંગે રાજ્યસભામાં પ્રબ રજૂ કરવા આપ સાહેબને મારી નમ્ર વિનંતી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here