દિવ્યાંકા ત્રિપાઠી-વિવેક દહીયા નવા ઘરમાં દિવાળી ઉજવશે

0
20
Share
Share

મુંબઈ,તા.૧૪

સેલિબ્રિટી ટીવી કપલ દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહીયા આ વર્ષે નવા ઘરમાં દિવાળી ઉજવવાના છે. કપલે થોડા મહિના પહેલા નવું ઘર ખરીદ્યું છે અને તેથી જ નવા ઘરમાં દિવાળી કરશે. વિવેકે કહ્યું કે, સામાન્ય રીતે અમે દિવાળીએ અમારા વતન ચંડીગઢ જઈએ છીએ. પરંતુ આ વર્ષે અમે નવું ઘર ખરીદ્યું હોવાથી મારા માતા-પિતા અને બહેન અહીંયા આવશે. અમારા નવા ઘરમાં ફેમિલી રિ-યુનિયન થશે. કોરોના મહામારીના કારણે આ વખતે સૌ કોઈ સાદગીથી દિવાળી ઉજવવાના છે, ત્યારે તમે તે ધામધૂમથી થતી ઉજવણીને મિસ કરશો કે કેમ તેમ પૂછતાં દિવ્યાંકાએ કહ્યું કે, અમે દિવાળી પાર્ટી તેમજ ફ્રેન્ડ્‌સ સાથેની મુલાકાતને મિસ કરવાના છીએ. દર વર્ષે આ સમયગાળો ખાસ હોય છે. કારણ કે આપણા બધા આખુ વર્ષ કામ કરતા હોઈએ છીએ અને દિવાળીએ વખતે ભેગા થઈએ છીએ. લોકોને મળીએ છીએ, ગેમ્સ રમીએ છીએ. પરંતુ આ વર્ષે ઘરમાં જ રહેવું પડશે. વિવેક અને દિવ્યાંકાએ રસોડામાં જઈને પરિવાર માટે વિવિધ વ્યંજનો બનાવવાનું નક્કી કર્યું છે. બંને લોકડાઉન દરમિયાન ઘરે જ હતા, તેથી કૂકિંગમાં હાથ અજમાવ્યો હતો અને હવે તેઓ એક્સપર્ટ પણ બની ગયા છે. કપલે દિવાળી માટે હલવો બનાવ્યો છે. વિવેકે કહ્યું કે, હું દિવ્યાંકાની શુગર-ફ્રી અને ગ્લુટન ફ્રી કેકનો ફેન બની ગયો છું, જે તે વર્ષ દરમિયાન ઘણીવાર મારા માટે બનાવતી હોય છે. પરંતુ દિવાળી માટે અમે હલવો બનાવવાનું નક્કી કર્યું હતું, જે એકદમ પર્ફેક્ટ બન્યો છે. દિવ્યાંકાએ ઉમેર્યું હતું કે, હલવો બનાવવો મારા માટે નવાઈની વાત નથી કારણ કે, લગ્ન બાદની પહેલી રસોઈમાં મેં તે બનાવ્યો હતો. પરંતુ આ વખતે વિવેકે મને હેલ્પ કરી હતી. તેણે ડ્રાય ફ્રૂટ કટ કરી આપ્યા હતા. સૌથી પહેલા હલવો તેણે ટેસ્ટ કર્યો હતો અને પોતાનું ક્વોલિટી સર્ટિફિકેટ પણ આપ્યું હતું. બાદમાં તેણે વાસણો ધોયા હતા, તેમ હસતા-હસતા એક્ટ્રેસે જણાવ્યું હતું. વિવેકે કહ્યું કે, ડ્રાયફ્રૂટને કટ કરવા તે સરળ વાત નથી. અમે પ્રોફેશનલ શેફ નથી. તેથી જ્યારે મેં ડ્રાયફ્રૂટ કટ કર્યા ત્યારે મને સમજાયું કે તેમાં ચોકસાઈની જરૂર પડે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here