દિવાળી વેકેશનને લઇને ગીર જંગલમાં સિંહ દર્શનની મોટાભાગની પરમીટો ફુલ

0
18
Share
Share

સાસણની હોટેલ અને ફાર્મહાઉસમાં પણ લોકોની ભીડ

રાજકોટ. તા. ૧૫

સૌરાષ્ટ્રમા સાસણના ગીર જંગલમાં એશીયનાટીક સિંહો સાથે ગીર જંગલના કુદરતી સોંદર્યનો આનંદ  માણવા પ્રવાસીઓ દિવાળીના મીની વેકેશનમાં ગીર તરફ ફરવા નિકળતા હોય છે. જૂનાગઢના સાસણના જંગલમાં સિંહોને જોવા માટેનો અનેરો આનંદ લેવા માટે સિંહ દર્શન માટેની પરમીટોમાં મોટા પ્રમાણમા વધારો જોવા મળ્યો છે. આજે ૧૫ થી ૨૨ નવેમ્બર સુધી

મોટાભાગની પરમિટો ફુલ થઇ ગઈ છે. કોરોનાની મહામારીના કારણે નિષ્પ્રાય થઈ ગયેલા પ્રવાસન વિભાગમા હવે હલચલ જોવા મળી છે.સાસણમાં દિવાળીના મીની વેકેશનમાં સિંહ દર્શન કરવા અને કોરોના કાળમાં ત્રસ્ત થઇ ગયેલા લોકો ફરવાના આયોજનને લઈને ગીર તરફ જવા લાગ્યા છે. જેમા ખાસ કરીને સાસણ સેન્ચુરી અને દેવળીયા સફારી પાર્કમાં સિંહ દર્શન કરવા આ  સપ્તાહનું મોટાભાગનું બુંકીંગ ફુલ થયું હોવાનું જાણવા મળે  છે. આ વિસ્તારની મોટા ભાગની હોટલો અને ફાર્મ હાઉસમાં પણ દિવાળીનું બુકીંગ સારુ એવુ જોવા મળ્યું છે. જેના અનુસંધાને સાસણ વન્યપ્રાણી વિભાગનાં અધિકારી ડો. મોહન રામના માર્ગદર્શન હેઠળ સરકારી કોવીડ-૧૯ ગાઈડલાઈન મુજબ વર્તમાન નિયમો સાથે જંગલમાં પ્રવાસીઓને પ્રવેશ અપાઈ રહ્યો છે.સાસણ ગીરની હોટેલ અને ફાર્મ હાઉસમાં પણ લોકોની ભીડ જોવા મળી રહી છે

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here