દિવાળી ફળીઃ કાપડ ઈન્ડસ્ટ્રીનું જ વાર્ષિક ટર્નઓવર ૬૦થી ૬૫ હજાર કરોડ

0
22
Share
Share

સુરત,તા.૧૫
કોરોનાકાળમાં શહેર ફરીથી ઊર્જાવાન બન્યું છે. શહેરના દરેક એવા સેક્ટર હવે ધીમે ધીમે વિકાસની ગતિ પકડી રહ્યા છે. દિવાળી નિમિત્તે શહેર ઉત્સાહના રંગમાં પણ રંગાયું છે. ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતાં સુરતની ટેક્સટાઈલ ટ્રેડિંગની ૧૬૫ માર્કેટ, ૫૦,૦૦૦ વીવીંગ એકમો, ૪૦૦ પ્રોસેસિંગ મિલો, ૨૫,૦૦૦ એમ્બ્રોયડરી એકમો, ૧૮૦૦ લેસ અને ધૂપિયનના વેપારીઓ સહિત વેલ્યુએડીશન ઈન્ડસ્ટ્રી સાથે લાખો વેપારીઓ મળીને કુલ ૧૫ લાખથી વધુ લોકો પ્રતિ દિન ૨.૫૦ કરોડ મીટર કાપડ તૈયાર કરે છે. કાપડ ઈન્ડસ્ટ્રીનું જ વાર્ષિક ટર્નઓવર ૬૦થી ૬૫ હજાર કરોડનું છે. જ્યારે ૭૦૦૦થી વધુ હીરાની નાની-મોટા એકમો મળીને વર્ષે ૧.૫૦ લાખ કરોડથી વધુનું ટર્નઓવર છે. લોકડાઉનના કારણે માર્ચ થી જુન મહિના સુધી શહેરની કરોડરજ્જુ સમાન ૨ ઉદ્યોગોની સ્થિતિ કફોડી બની હતી. જોકે,દિવાળીના કારણે આ બંન્ને ઉદ્યોગોનો ખૂબ સારો વેપાર થયો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here