દિવાળી પર પણ કોરોનાની અસર

0
18
Share
Share

દિવાળી પર્વ પણ ધારણા પ્રમાણ જે વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસની માઠી અસર થઇ છે. લોકોને અનેક પ્રકારની તકલીફ નડી છે. જેમાં આર્થિક મંદી, કોરોના મહામારીના કારણે લાગુ નિયમો અને સાથે સાથે દહેશતની સીધી અસર રહી છે. બજારમાં છેલ્લા દિવસોમાં પ્રમાણમાં ભીડ જામી હતી પરંતુ ગયા વર્ષની તુલનામાં ઘરાકી અડધી હોવાનુ જાણવા મળ્યુ છે. કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે પહેલા લોકડાઉન લાંબા સમય સુધી અમલી રાખવામાં આવ્યા બાદ તેની માઠી અસર થઇ હતી. આના કારણે લાખો લોકોની તો નોકરી પણ જતી રહી હતી. સાથે સાથે આર્થિક ગતિવિધીઓને શરૂ કરવામાં અને રિક્વરી થવામાં સમય લાગી ગયો છે. બજારમાં લિક્વિડીટીની માઠી અસર જોવા મળી છે. લોકો ખુબ સાવધાનીપૂર્વક ખરીદીના મુડમાં દેખાયા છે. સ્થિતી ફરી વણસી જવાનો ખતરો પણ તોળાઇ રહ્યો છે. આ તમામ કારણોસર દિવાળી પર કોરોના ગ્રહણની અસર આ વખતે દેખાઇ છે. જેમ રથયાત્રા, નવરાત્રી સહિતના પર્વ પર અસર થઇ છે તેવી જ અસર દિવાળી પર થઇ છે. લોકોએ આ વખતે ઘરમાં જ રહીને લક્ષ્મી માતાની પરિવારની સાથે ઉજવણી કરી હતી. આ ઉપરાંત ફટાકડા પણ મર્યાદિત રીતે ખરીદવામાં આવ્યા છે. ગ્રીન ફટાકડાની સુચનાની પણ અસર થઇ છે. દિવાળી પર્વને શાંતિપૂર્ણ રીતે ઉજવવાની પંરપરા રહી છે. અ તહેવારને અંધારામાંથી ઉજાસ તરફ આવવાના તહેવાર તરીકે ગણવામાં આવે છે. હાલમાં ચાઇનીઝ ફટાકડાને લઇને તંત્રે ખાસ નજર કેન્દ્રિત કરી હતી. સ્થાનિક ચીજોને મહત્વ આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામને અપીલ કરી છે. જેની અસર પણ દેખાઇ છે.  કેટલાક પ્રકારના ફટાકડા ન ફોડવા પર પ્રતિબંધ પણ મુકવામાં આવ્યો છે. તેના વેચાણ પર રોક મુકવામાં આવી ચુકી છે. જો કે કારોબારીઓ વેચાણ કરતા રહે છે. દિવાળી પર હમેંશા તંત્ર દ્વારા ચોક્કસ પગલા લેવામા ંઆવે છે. આ વર્ષે સુપ્રીમ કોર્ટ દ્વારા ફટાકડાના રસિકોને રાહત આપવામાં આવી છે. કારણ કે સુપ્રીમ કોર્ટે કેટલીક શરત સાથે કેટલાક સમય ગાળા દરમિયાન ફટાકડા ફોડવાને મંજુરી આપી છે. બાળકોને મજા પડી ગઇ છે. રાત્રે આઠ વાગ્યાથી દસ વાગ્યા વચ્ચે ફટાકડા ફોડવાને મંજુરી આપી દેવામાં આવી છે. કરોડો લોકો દિવાળીની ઉજવણી કરવા માટે સજ્જ થયેલા છે.ખાસ કરીને બાળકો ભારે ઉત્સાહિત છે. થોડાક દિવસ પહેલા સુધી દેશમાં મંદીની વાત કરવામાં આવી રહી હતી પરંતુ હવે બજારો હાઉસફુલ દેખાઇ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ અને અન્યોએ દેશના લોકોને દિવાળી પર શુભેચ્છા પાઠવી છે. પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરવા અને પરોક્ષ રીતે સ્વદેશી દિવાળીની મોદીએ વાત કરી છે. જેથી તમામ ચીજો સ્વદેશી રહે તેના પર ભારે મુકવામાં આવી રહ્યો છે. તીવ્ર મોંઘવારી, બેરોજગારી અને કોરોના સહિતના પરિબળોના કારણે આ વખતે દિવાળીની મજા સામાન્ય અને ગરીબ વર્ગના લોકોની બગડી ગઇ છે. સાથે સાથે વેપારીઓની હાલત પણ વધારે સારી રહી નથી. એકદંરે દિવાળી આ વખતે વધારે લાભ તમામ માટે લઇને આવી નથી. આશા રાખીએ કે આગામી વર્ષે બેવડા ઉત્સાહ સાથે દિવાળી પર્વની ઉજવણી કરીશુ.તમામ મોટા કારોબારી જુદા જુદા ક્ષેત્રોમાં સંકળાયેલા નક્કર પણે માની રહ્યા છે કે સ્થિતી આ વખતે સારી રહી નથી. પહેલા કરતા ઘરાકી ઓછી છે. લોકો ઓછા પ્રમાણમાં પહોંચી રહ્યા છે. ખરીદી કરવાને લઇને લોકો ઉદાસીન છે. લોકો પાસે પુરતા પ્રમાણમાં પૈસા નથી

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here