દિવાળીમાં પણ સરહદ પર પાકની નાપાક હરકત જારી

0
15
Share
Share

સરહદ પર પાક.ની નાપાક હરકત દિવાળીમાં ચાલુ રહી હતી : ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો

નવી દિલ્હી, તા. ૧૫

ભારતે નિયંત્રણ રેખા પર પાકિસ્તાની સૈનિકો તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરવા અંગે કડક વલણ અપનાવતા પાકિસ્તાની હાઈ કમિશનના એક વરિષ્ઠ અધિકારીને સમન્સ પાઠવ્યું હતું. ભારતે પાકિસ્તાનની આ નાપાક હરકત વિરુદ્ધ પોતાનું કડક વલણ દાખવ્યું હતું અને વિરોધ દર્શાવ્યો હતો. વિદેશ મંત્રાલયે પોતાના એક નિવેદનમાં કહ્યું કે ભારતે પાકિસ્તાની સુરક્ષાદળો દ્વારા નિર્દોષ નાગરિકોને ’જાણીજોઈને નિશાનો બનાવવા’ની આકરા શબ્દોમાં નિંદા કરી અને કહ્યું કે પાકિસ્તાન તરફથી તહેવારો સમયે ર્ન્ંઝ્ર પર ગોળીબાર કરીને શાંતિભંગ કરવો અને હિંસા ભડકાવવી એ નિંદનીય છે. નિવેદનમાં એ પણ ઉલ્લેખ હતો કે,’પાકિસ્તાન હાઈ કમિશનના ’ચાર્જ ડી અફેયર્સ’ને વિદેશ મંત્રાલયે સમન્સ પાઠવ્યું છે. તેમની સમક્ષ પાકિસ્તાનથી સીઝફાયરનું કારણ વગર ઉલ્લંઘન કરવા અંગે આકરો વિરોધ નોંધાવવામાં આવ્યો છે.’ વિદેશ મંત્રાલયે એ પણ કહ્યું કે ભારતે સરહદ પારથી આતંકવાદીઓની ઘૂસણખોરી કરવામાં પાકિસ્તાનનો જે સહયોગ મળી રહ્યો છે તેને લઈને પણ આકરો વિરોધ વ્યક્ત કર્યો છે. નોંધનીય છે કે પાકિસ્તાની સૈનિકોએ શુક્રવારે જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરથી લઈ ગુરેજ સેક્ટર વચ્ચે અનેક સ્થાનો પર એલઓસી પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ હતું. જેમાં ૫ સુરક્ષાકર્મીઓ સહિત ૧૧ લોકોના મોત નીપજ્યા હતાં.

પાકિસ્તાનની આ કાયરતાપૂર્વક હરકતનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો. જેથી પાકિસ્તાનને મોટું નુકસાન ઉઠાવવું પડ્યું હતું. ભારતીય સૈનિકોની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાના ૧૧ સૈનિકો માર્યા ગયા હતાં. તેમજ ૧૨ સૈનિકો ઈજાગ્રસ્ત થયા હતાં. આ ઉપરાંત તેના પાયાના માળખાને પણ ઘણું જ નુકસાન પહોંચ્યુ હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here