દિવસભરની વધઘટ બાદ સેન્સેક્સ ૨૦૯ અંક ઘટ્યોઃ ડોલર સામે રૂપિયો ૭ પૈસા મજબૂત

0
70
Share
Share

મુંબઇ,તા.૨૯

દિવસભરની વધઘટ બાદ અંતિમ સેશનમાં પણ રોકાણકારો દ્વારા વેચવાલી થતા ઘરેલુ શેરબજાર ગગડીને લાલ નિશાનમાં બંધ આવ્યા છે. બીએસઈ પર બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ ૨૦૯ અંક અથવા ૦.૬૦ ટકા ગગડીને ૩૪,૯૬૧ નજીક જ્યારે નિફ્ટી ૫૦ આંક પણ ૭૦ પોઈન્ટ અથવા ૦.૬૮ ટકા ઘટીને ૧૦,૩૧૨ નજીક બંધ આવ્યા છે.

બેંક નિફ્ટીની વાત કરીએ તો ઈન્ડેક્સ ૨૩૩ પોઇન્ટ ઘટીને ૨૧,૩૫૯ નજીક સેટલ થયો છે. જ્યારે બીએસઈ પર મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૧.૩૯ ટકા અને ૧.૨૩ ટકા પટકાઈને બંધ થયા છે. આ સિવાય વિવિધ સેકટર્સની વાત કરીએ તો પીયુસી, મેટલ, ઓટો અને ફાઇનાન્શિયલ સ્ટોક્સમાં મંદી જોવા મળી છે. જ્યારે હ્લસ્ઝ્રય્ સેક્ટરમાં હળવી તેજી રહી.

ચલણની વાત કરીએ તો આજે ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો ૭ પૈસા વધીને ૭૫.૫૮ પર બંધ આવ્યો છે. જ્યારે આ પહેલા શુક્રવારે ડોલર સામે રૂપિયો ૭૫.૬૫ પર બંધ આવ્યો હતો. દેશમાં કોરોના વાયરસની સ્થિતિ અને ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદને લઈ આજે રોકાણકારોમાં ચિંતા જોવા મળી હતી. ઉપરાંત પાકિસ્તાનના કરાચીમાં આવેલ સ્ટોક એક્સચેંજની ઓફિસ પર થયેલ આંતકી હુમલાના સમાચારે પણ રોકાણકારોની ચિંતા વધારી હતી. આ કારણોથી ઘરેલુ શેરબજાર આજે પ્રભાવિત થયું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here