દિવસભરની વધઘટ બાદ અંતિમ સેશનમાં સેન્સેક્સ ૨૬ અંક માઇનસ

0
13
Share
Share

મુંબઇ,તા.૨૫

દિવસભરની વધઘટ બાદ અંતિમ સેશનમાં ઘરેલુ શેરબજાર ગગડીને બંધ આવ્યા છે. બીએસઈ બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ ૨૬ અંક અથવા ૦.૦૭ ટકા ઘટીને ૩૪,૮૪૨ નજીક જ્યારે નિફ્ટી ૫૦ આંક ૧૬ અંક અથવા ૦.૧૬ ટકા ઘટીને ૧૦,૨૮૮ નજીક સેટલ થયા છે. જૂન એક્સપાઇરી પહેલા ગુરુવારે ભારતીય શેરબજારમાં રોકાણકારો તરફથી વેચવાલી જોવા મળી છે.

બેંક નિફ્ટીની વાત કરીએ તો ઈન્ડેક્સ ૭૯ પોઈન્ટ વધીને ૨૧,૫૦૬ નજીક બંધ આવ્યો છે. જ્યારે બીએસઈ પર મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ પણ અનુક્રમે ૦.૬૨ ટકા અને ૦.૭૬ ટકા ઉછળીને બંધ આવ્યા છે. વિવિધ સેક્ટર્સમાં આજે હેલ્થકેર અને હ્લસ્ઝ્રય્ સિવાય અન્ય લગભગ બધા સેક્ટર્સમાં મંદી જોવા મળી છે.

ચલણની વાત કરીએ તો ફોરેક્સ માર્કેટમાં આજે ડોલર સામે રૂપિયો ૭ પૈસા વધીને ૭૫.૬૫ પર બંધ આવ્યો છે. જ્યારે આ પહેલા બુધવારે રૂપિયો ૭૫.૭૨ પર બંધ આવ્યો હતો. કોરોના વાયરસની વાત કરીએ તો દેશમાં અત્યાર સુધી ૪.૭૪ લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે જ્યારે મૃત્યુઆંક ૧૫,૦૦૦ નજીક પહોંચ્યો છે. આ સિવાય ચીન અને ભારત વચ્ચે ગલવાન ખીણ પર હાલ પણ સૈન્ય તણાવ યથાવત છે. જેના કારણે ઘરેલુ માર્કેટ પ્રભાવિત થયું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here