દિવનો દરેક ક્ષેત્રે ઝડપી વિકાસ થઈ રહયો છે તેનુ ગૌરવ : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

0
24
Share
Share

દિવ, તા.૨૬

દિવનો દરેક ક્ષેત્રે જેવા કે પર્યટન, મત્સ્ય, શિક્ષણ વગેરેમાં ખુબજ ઝડપથી વિકાસ થઈ રહયો છે તેનો ગૌરવ અનુભવું છું અને આ પ્રસંગે રાષ્ટ્રપતિએ પ્રશાસક પ્રફુલ પટેલ, દિવ પ્રશાસન અને દિવની જનતાને શુભકામના પણ પાઠવી હતી.

દિવમાં ચાર દિવની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પરીવારે આજરોજ ગંગેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા-અર્ચના કરી અને ધન્યતા અનુભવી અને ત્યારબાદ મલાલા ઓડિટોરીયમમાં હાજરી આપી હતી અને મહત્વના પ્રોજેકટો જે કરોડોની લાગતમાં બનશે તેનુ રીમોટ દ્વારા શિલાન્યાસ કર્યું પ્રોજેકટમાં સાઉદવાડી શાળા બિલ્ડીંગ, હેરીટેજ વોક-વે દિવ સીટી વોલ, વેજીટેબલ માર્કેટ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ દિવ ડીસ્ટ્રીકનુ સમાવેશ થાય છે અને ઘોઘલા કમલેશ્વર મંદિર પાસે શાળાની બીલ્ડીંગનુ ઉદ્‌ઘાટન કર્યુ હતુ.

આ પ્રસંગે પ્રશાસક પ્રફુલ પટેલે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યુ અને ઘોઘલા બીચને બ્લુ ફલેગ બીચ મળવા બદલ પ્રશાસક પ્રફુલ પટેલે તેના હસ્તે દિવ કલેકટર સલોની રાયને પ્રમાણપત્ર આપી સન્માન કર્યુ અને દિવ પર્યટન ક્ષેત્રે સંબંધિત પુસ્તકનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વિમોચન કર્યુ અને આ પ્રસંગે પ્રફુલ પટેલે રાષ્ટ્રપતિનો દિવમાં આવવા બદલ અને કિંમતી સમય આપવા ખૂબ ખૂબ આભાર માન્યો અને દિવની જનતા માટે રાષ્ટ્રપતિની દિવ વિઝીટને અવિસ્મરણીય અવસર ગણાવ્યો હતો.

સાંજે નાગવા બીચ ઉપર સ્ટોલ અને આઈએનએસ ખુખરી મેમોરીયલ સ્મારક સ્થળનુ ઉદ્‌ઘાટન કર્યુ હતુ. તા.૨૭ ડીસેમ્બર રવિવારે રાષ્ટ્રપતિ ઘોઘલા બીચ અને કિલ્લાની વિઝિટ કરશે. મલાલા ઓડિટોરીયમમાં દમણ-દિવ સાંસદ લાલુભાઈ પટેલ, દાદરાનગર હવેલી, સાંસદ મોહનભાઈ ડેલકર તેમજ દમણ-દિવ પ્રશાસન તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here