દિલ્હી હાઇકોર્ટે સંપત્તિ મુદ્દે મહારાજા રણજીતસિંહને કહ્યું આ દિલ્હી છે, બરોડાનું ગામ નથી

0
16
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૩

દિલ્હી હાઇકોર્ટે બુધવારે દિવંગત મહારાજા રણજીત સિંહની નવી દિલ્હીમાં સ્થિત સંપત્તિને લઇ એક મોટો ચુકાદો આપ્યો છે. દિલ્હી હાઇકોર્ટે આ દરમિયાન સંપત્તિના કબ્જાને લઇ કડક ટિપ્પણી કરતા રસપ્રદ વાત કહી. કોર્ટે ટિપ્પણીમાં કહ્યું કે- ‘આ દિલ્હી છે, બરોડાનું ગામ નથી’. કોર્ટે ૭ સફદરગંજ લેન, નવી દિલ્હી સ્થિત સંપત્તિના વિવાદને લઇ ચુકાદો આપતા મહારાજાને સંપત્તિમાં કોઇ જ દખલગીરી ના કરવાની નોટિસ ફટકારી છે. ચુકાદો સંભળાવતા ન્યાયાધીશ ડી.એન. પટેલે મહારાજા પર કડક ટિપ્પણીઓ કરી હતી.

જાણકારી અનુસાર નવી દિલ્હી સ્થિત વિવાદાસ્પદ સંપત્તિને મહારાજાએ નવી દિલ્હીમાં વિવાદિત સંપત્તિ મહારાજે સાડા સાત હજાર રૂપિયાના ભાડા લીઝ પર ખરીદી હતી. કોર્ટે આ અંગે ટિપ્પણી કરી અને મહારાજાને કહ્યું કે, આ દિલ્હી છે, બરોડા ગામ નથી. આ ઉપરાંત કોર્ટે મહારાજાને દર મહિને ૧૦ લાખ રૂપિયા સંબંધિત ઓથોરિટીને આપવાનો આદેશ પણ આપ્યો છે. તેમણે કહ્યું હતું કે સ્ટે અરજી અથવા લેટર્સ પેટન્ટ અપીલ (જે અગાઉ છે) ના અંતિમ નિર્ણય સુધી મહારાજાએ આ રકમ ચૂકવવી પડશે.

જાણકારી અનુસાર મહારાજાએ ૭૫૦૦ રૂપિયાની સામાન્ય રકમ આપીને સંપત્તિ પર કબજો કર્યો હતો. સ્ટેની માંગ કરનારા વકીલે કોર્ટ સામે લીઝની રકમની પૂર્ણ ચૂકવણીના દસ્તાવેઝ પણ આપ્યા હતા. નોંધનિય છે કે, રણજીત સિંહ ગાયકવાડનું વર્ષ ૨૦૧૨માં અવસાન થયુ હતું. તેમની મોત બાદ વર્ષ ૨૦૧૩માં ૧૯૮૮થી ચાલી રહેલ ૨૫ વર્ષ જૂના સંપત્તિ વિવાદમાં ચુકાદો આપવામાં આવ્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here