દિલ્હી હવે દૂર નથી, દિલ્હી આસામના દરવાજે છે : મોદી

0
25
Share
Share

વિધાનસભાની ચૂંટણી પહેલાં વડાપ્રધાને ખાસ પ્રવાસમાં હુગલીમાં ટ્રેનને લીલીઝંડી બતાવી, બંગાળને મેટ્રોની ભેટ

નવી દિલ્હી, તા. ૨૨

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આસામ-બંગાળના પ્રવાસે છે. અહીં તેઓ કેટલીક મહત્વની યોજનાઓનું ઉદ્ધાટન કરશે. વિધાનસભા ચૂંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ પ્રવાસ ખાસ છે. તેઓ હુગલીમાં આજે ટ્રેનને લીલી ઝંડી બતાવશે, જ્યારે બંગાળને આજે મેટ્રોની ભેટ પણ આપી. સાથે જ તેઓ લોકોને પણ સંબોધન પણ કર્યું.

આસામમાં વડાપ્રધાને કહ્યું કે, જે લોકોએ દાયકાઓ સુધી દેશમાં રાજ કર્યું તેમણે દિસપુરને દિલ્હીથી ઘણું દૂર માની લીધું. આ વિચારધારાને લીધે આસામને ઘણું નુકસાન થયું. પરંતુ હવે દિલ્હી દૂર નથી, દિલ્હી તમારા દરવાજે ઊભું છું. સાથે જ તેમણે કહ્યું કે, માછીમારી પર ખાસ ધ્યાન આપતાં અમારી સરકાર માછીમારી સાથે જોડાયેલ એક અલગ વિભાગ પહેલાં જ બનાવી ચૂકી છે. માછીમારીને પ્રોત્સાહન આપવા માટે જેટલું આઝાદી બાદથી ખર્ચ નથી થયો, તેમનાથી વધુ હવે અમારી સરકાર ખર્ચ કરી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે આસામને ૩,૦૦૦ કરોડથી વધુના ઉર્જા અને શિક્ષા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની એક નવી ભેટ મળી રહી છે. સાથે જ તેમણે કહ્યું કે, નોર્થ બેંકમાં ભરપૂર સામર્થ્ય હોવા છતાં અગાઉની સરકારોએ આ ક્ષેત્ર સાથે સોતેલું વ્યવહાર કર્યું. અહીં કનેક્ટિવિટી, હોસ્પિટલ, શિક્ષા, ઉદ્યોગ અગાઉની સરકારોની પ્રાથમિકતામાં નજરે ના પડ્યાં. આસામમાં પીએમ મોદીએ કહ્યું કે, આત્મનિર્ભર બનતાં ભારત માટે સતત પોતાના સામર્થ્ય, ક્ષમતાઓમાં પણ વધારો કરવો જરૂરી છે. છેલ્લા વર્ષોમાં અમે ભારતમાં જ રિફાઇનિંગ અને ઇમરજન્સી માટે ઓઇલ સ્ટોરેજ કેપેસિટીને ઘણી વધારી છે. આ તમામ પ્રોજેક્ટ્‌સથી આસામ અને નોર્થ ઇસ્ટના લોકોનું જીવન સરળ થશે અને યુવાનો માટે રોજગારીની તકો પણ વધશે. જ્યારે કોઇ વ્યક્તિને તેની ભૂળભૂત સુવિદ્યાઓ મળે છે તો તેનો આત્મવિશ્વાસ પણ વધે છે. આ વધતો આત્મવિશ્વાસ ક્ષેત્ર અને દેશનો પણ વિકાસ કરે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here