દિલ્હી સ્થિત ગુજરાત ભવન શરૂ કરવા મુખ્યમંત્રી સમક્ષ માંગ કરતાં પૂર્વ સાંસદ રમાબેન માવાણી

0
20
Share
Share

રાજકોટ, તા.૨

ચાણકયપુરી, ન્યુદિલ્હીમાં આવેલ ગુજરાત ભવન ગત માર્ચ-૨૦ થી સંપુર્ણ રીતે આરોગ્ય સલામતિ જાળવવા બંધ કરવામાં આવેલ છે. જે આજ દિવસ સુધી વિના કારણે બંધ છે.

કેન્દ્ર/રાજય સરકારના છેલ્લા આદેશો પ્રમાણે દેશમાં હોટલો, રેસ્ટોરેન્ટો, રેલ્વે અને વિમાન સેવા ચાલું કરવામાં આવેલ છે. પાર્લામેન્ટનું આગામી બજેટ સત્ર આગામી તા.૧૪/૦૯/૨૦૨૦ થી ચાલું થનાર છે. દિલ્હી સરકારના આદેશના અનુસંધાનમાં દિલ્હીના જુદા-જુદા રાજયોના ભવનો સંપુર્ણ રીતે કામ કરતા ખુલ્લા કરી દેવામાં આવેલ છે માત્ર ગુજરાત ભવન બંધ છે.

ગુજરાતના સાંસદો-અધિકારીઓ-કોરોના યુદ્ધાઓ અને આમ જનતા દિલ્હી આવજા કરે છે. આવા સંજોગોમાં ગુજરાત ભવન વધુ સમય બંધ રાખવું હિતાવહ નથી. ગુજરાત ભવનનું સંચાલન ખર્ચ ચાલું છે. સ્ટાફ ઉપસ્થિત છે. રેસ્ટોરેન્ટ પણ ચાલુ થઈ શકે તેમ છે.

ઉપરના સર્વે સંજોગો ધ્યાનમાં લઈને ગુજરાત ભવનને તુરંત આમજનતા, સરકારના હિતમાં ચાલુ કરવાના આદેશો સંબધકર્તા વિભાગ તથા અધિકારીઓને કરવા મુખ્યમંત્રી/નાયબ મુખ્યમંત્રી સમક્ષ માગ માજી સાંસદ રમાબેન માધવાણીએ કરી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here