દિલ્હી વિધાનસભા અધ્યક્ષ સાથે બ્લડ ડોનેશનના નામે છેતરપિંડી

0
12
Share
Share

ન્યુ દિલ્હી,તા.૨૨

દિલ્હી વિધાનસભા અધ્યક્ષ રામ નિવાસ ગોયલ સાથે બ્લડ ડોનેશનના નામે છેતરપિંડી થઇ છે. તેમની પાસે પ્લાઝ્‌મા ડૉનેશનને બદલે રૂપિયાની માંગ કરવામાં આવી હતી. આ મામલે સ્પીકર રામ નિવાસ ગોયલે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધાર પર પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

આરોપ છે કે પ્લાઝ્‌મા ડૉનેશનના નામે આપિકાર રામનિવાસ ગોયલ પાસે પેટીએમના માધ્યમથી રૂપિયા માંગવામાં આવ્યા હતા. આરોપીએ પોતાને રામ મનોહર લોહિયા હોસ્પિટલનો ડોક્ટર હોવાનું જણાવ્યું હતું. દિલ્હી પોલીસે આ મામલે તપાસ કરતા મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી હતી. આરોપીનું સાચું નામ અબ્દુલ કરીમ ઉર્ફ રાહુલ ઠાકુર છે.

દિલ્હી પોલીસ દ્વારા જણાવાયું છે કે બ્લડ ડૉનેશનના નામે છેતરપિંડી કરનાર આરોપી પોતાનું નામ અને ધર્મ બદલતો રહે છે. આરોપી મૂળ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરનો રહેવાસી છે.  હાલ, આરોપીની પૂછપરછ ચાલી રહી છે સાથે જ તેના અન્ય સાથીદારોની પણ શોધખોળ ચાલી રહી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here