દિલ્હી કોર્ટે આપના ધારાસભ્ય સોમનાથ ભારતીને બે વર્ષની સજા સંભળાવી

0
24
Share
Share

ન્યુ દિલ્હી,તા.૨૩

દિલ્હીની એક અદાલતે શનિવારે આમ આદમી પાર્ટીની ધારાસભ્ય અને પૂર્વ મંત્રી સોમનાથ ભારતીને બે વર્ષની સજા સંભળાવી હતી. આપના નેતા પર એમ્સના સુરક્ષા કર્મચારીઓ સાથે મારઝૂડ કરવાનો આરોપ હતો, આ ઘટના વર્ષ ૨૦૧૬માં બની હતી. કોર્ટે આ કેસમાં સોમનાથ ભારતી પર બે વર્ષની સજા સાથે એક લાખ રુપિયાનો દંડ પણ લગાવ્યો હતો.

જોકે આપના નેતા સોમનાથ ભારતની જામીન પણ મળ્યા હતા જેથી તેઓ કોર્ટના આદેશ સામે હાઇકોર્ટમાં અપીલ કરી શકે. ૨૦૧૬માં સોમનાથ ભારતી અને તેમના ૩૦૦ જેટલા સહયોગીઓ સાથે મળીને એમ્સમાં જેસીબીથી એક દિવાલને તોડી પાડી હતી. જે મુદ્દે થયેલા કેસમાં સોમનાથ ભારતી આરોપી સાબિત થયા હતા.

ઉલ્લેખનીય છે કે એમ્સમાં તોડફોડ અને સુરક્ષા કર્મચારીઓ સાથે મારઝૂડને લીધે આપના નેતા સોમનાથ ભારતીએ ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. તેમની પાર્ટીએ આ મુદ્દાથી છેડો ફાડ્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here