દિલ્હી કૂચ કરીને આવી રહેલા ખેડૂતો અને હરિયાણા પોલીસ વચ્ચે ઘર્ષણ

0
18
Share
Share

ખેડૂતો કિસાન કાયદા વિરુદ્ધ કરી રહ્યા વિરોધ, રાહુલ ગાંધી અને કેપ્ટન અમરિન્દરસિંહે ખેડૂતો સામે પગલાંની ટિકા કરી

ન્યુ દિલ્હી,તા.૨૬

રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં વિરોધ પ્રદર્શન માટે પગપાળા જઇ આવી રહેલા પંજાબના હજારો ખેડૂતોને ભાજપ શાસિત રાજ્ય હરિયાણાની પોલીસે અંબાલા પાસે અટકાવી દીધા. જેથી ત્યાં ખેડૂતો અને હરિયાણા પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ ઉત્પન્ન થઇ છે. અંબાલા પાસે ખેડૂતો અને પોલીસ વચ્ચેના ઘર્ષણના સમાચાર મળી રહ્યા છે. આ દરમિયાન પથ્થરમારો પણ થયો. ખેડૂતોને રોકવા માટે રસ્તા પર અને બ્રિજ પર બેરિકેડ્‌સ લગાવવામાં આવ્યા હતા જેને ખેડૂતોએ તોડીને નદીમાં ફેંકી દીધા હતા. ખેડૂતોને આગળ વધતા જોઇ પોલીસકર્મીઓએ તેમના પર વોટર કેનનનો મારો ચલાવ્યો હતો અને આંસૂ ગેસના શેલ છોડ્યા હતા.

દિલ્હી કૂચમાં પંજાબ અને હરિયાણા સહિત કુલ છ રાજ્યોના ખેડૂતો સામેલ છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન અને કેરળના ખેડૂતો પણ આજે અને કાલે (શુક્રવારે) દિલ્હી પહોંચી ખેડૂત કાયદા વિરુદ્ધ વિરોધ માર્ચ કરવાના છે. ખેડૂતોના ૫૦૦ સંગઠનો આ વિરોધ માર્ચમાં સામેલ છે. દરમિયાન દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારે કોરોના વાઇરસ સંકટને જોતા ખેડૂતોને દિલ્હીમાં કોઇ પણ પ્રકારના આંદોલન અને રૈલીની મંજૂરી આપી નથી.

ખેડૂતોના આંદોલનને જોતા દિલ્હી મેટ્રોની સેવાઓ પર અસર પડી છે. પાડોશી રાજ્યોના શહેરો સુધી મેટ્રો સેવા સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. જેથી મેટ્રોમાં ભીડ ભેગી ના થઇ શકે અને ખેડૂત દિલ્હી ના પહોંચી શકે. દિલ્હી મેટ્રોએ ટ્‌વીટ કરી તેની જાણકારી આપી હતી. પાડોશી રાજ્યોના શહેરોમાંથી દિલ્હી આવતી મેટ્રો પર રોક લગાવાઇ છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here