દિલ્હીમાં બસે સાત વાહનોને ટક્કર મારીઃ ત્રણ લોકોને હડફેટે લેતા મોતને ભેટ્યા

0
29
Share
Share

ન્યુ દિલ્હી,તા.૨૫

દેશના પાટનગર દિલ્હીમાં ગુરુવારે રાત્રે લગભગ ૧૦.૪૫ કલાકે યમુનાપરના નંદ નગરી વિસ્તારમાં બસ ડેપોની સામે બેલગામ ક્લસ્ટર બસે સાત વાહનો ટકકર મારી હતી. ઉલ્લખેનીય છેકે આ બેકાબુ બસે સાત લોકોને કચડી નાખ્યા હતા. નોંધપાત્ર છે કે આ દુર્ઘટનામાં ૧૨ વર્ષનું બાળક, ૨૨ વર્ષિય રવિન્દ્ર નામનો યુવક અને એક અજાણ્યા ૫૦ વર્ષિય યુવાન સહિત ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે એક મહિલા સહિત ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

ઈજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જણાવાયું છે.

ત્યારે બીજી તરફ, અકસ્માત બાદ ગુસ્સે ભરાયેલા ટોળાએ બસની તોડફોડ કરી અને એમ્બ્યુલન્સ સહિત પોલીસ ટીમ પર હુમલો કરીને રસ્તો જામ કર્યો હતો. આ પરિસ્થિતિને બેકાબૂ થતા જોઇને જિલ્લા પોલીસવડાના અનેક ઉચ્ચ અધિકારીઓ મોટી સંખ્યામાં બહોળી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત સાથે આવી પહોંચ્યા અને પરિસ્થિતિને કાબૂ કરવાનું શરૂ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ટોળાને વિખેરવા માટે પોલીસે હળવા બળનો પણ ઉપયોગ કરવો પડ્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here