દિલ્હીમાં કોરોના વાયરસને લઇને નવો પ્લાન, ૬ જુલાઇ સુધી થશે દરેક ઘરની સ્ક્રિનિંગ

0
16
Share
Share

ન્યુ દિલ્હી,તા.૨૪

દિલ્હીમાં કોરોના વાયરસનો ચેપ ખૂબ જ ઝડપે ફેલાઈ રહ્યો છે અને પરિસ્થિતિ વધુ વિકટ બની રહી છે. સતત વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય રાજધાનીમાં ચેપ અટકાવવા માટે એક નવી યોજના તૈયાર કરવામાં આવી છે. આ નવી યોજના અંતર્ગત ૬ જૂલાઇ સુધી દિલ્હીના દરેક ઘરની તપાસ કરવામાં આવશે. કોરોના વાયરસ દર્દીઓની સંખ્યાના સંદર્ભમાં દિલ્હી હાલમાં દેશમાં બીજા ક્રમે છે. એક દિવસમાં જ મંગળવારે દિલ્હીમાં કોરોના વાયરસના ૩૯૪૭ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. રાષ્ટ્રીય રાજધાનીમાં ૨૪ કલાકની અંદર પ્રાપ્ત થનારી આ સૌથી મોટી સંખ્યા છે.

આપને જણાવી દઈએ કે ગત સપ્તાહે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને સીએમ અરવિંદ કેજરીવાલ વચ્ચે અનેક રાઉન્ડ બેઠક યોજાઈ હતી. આ બેઠકો પછી, કોરોના વાયરસ પર પ્રકાશિત નવી યોજના અંતર્ગત સીએમ કેજરીવાલે કહ્યું કે, દરેક કન્ટેન્ટ ઝોનમાં દરેક ઘર ૩૦ જૂન સુધીમાં તપાસવામાં આવશે. દિલ્હીમાં હાલમાં ૬૬,૦૦૦ કોરોના વાયરસના કેસ સાથે ૨૬૧ કન્ટેન્ટ ઝોન છે અને દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.

 

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here