દિલ્હીમાં કેસોની સંખ્યા ૮૩ હજારથી ઉપર

0
47
Share
Share
  • મોત આંકડો વધીને ૨૬૨૩ થયો : ૫૨૬૦૭ લોકો સ્વસ્થ

નવી દિલ્હી,તા. ૨૯

દિલ્હીમાં કોરોના વાયરસ હવે બેકાબુ છે. કેસોની સંખ્યા વધીને ૮૩૦૭૭ સુધી પહોંચી ગયો છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં કહેવામાં આવ્યુ છે કે રાષ્ટ્રીય પાટનગરમાં કુલ મોતનો આંકડો વધીને ૨૬૨૩ સુધી પહોંચી ગયો છે. રિરક્વર થયેલા લોકોની સંખ્યા ૫૨૬૦૭ સુધી પહોંચી ગઇ છે. દિલ્હીમાં કેસોમા બેફામ વધારો થઇ રહ્યો છે. દિલ્હીમાં કેસોમાં બ્રેક મુકવાની બાબત સરકાર અને કેન્દ્ર માટે પડકારરૂપ બની ગઇ છે.  હવે સ્થિતી વધારે ખરાબ થઇ રહી છે. દિલ્હી કરતા મુંબઇમાં સ્થિતી હવે આંશિક રીતે સારી છે. દિલ્હીમાં કેસો રેકોર્ડ સંખ્યામાં વધી રહી છે.  કોવિડ વોર્ડ તરીકે ઉપયોગ કરવા માટે હોટેલ અને કોમ્યુનિટી સેન્ટરોને કહેવામાં આવ્યુ છે. દિલ્હીના તબીબોના કહેવા મુજબ છેલ્લા કેટલાક દિવસમાં હાલત વધારે ખરાબ થઇ છે. કારણ કે હવે અનલોક-૧ની શરૂઆત થઇ છે. દિલ્હીમાં કોરોના વાયરસની સ્થિતી વધારે ભયાનક બનવાના સંકેત દેખાઇ રહ્યા છે. સરકારી કમિટી દ્વારા  પણ હાલમાં ચેતવણી આપવામાં આવી છે કે દિલ્હીમાં મહિનાના અંત સુધીમાં કેસોની સંખ્યા એક લાખ સુધી પહોંચી શકે છે. દિલ્હી સરકારની પાંચ સભ્યોની સમિતિીએ અંદાજ મુક્યો છે કે જુનના અંત સુધી દિલ્હીમાં સ્થિતી વણસી શકે છે.લક્ષણ લઇને હોસ્પિટલમાં પહોંચી રહેલા લોકોની સંખ્યામાં ઉલ્લેખનીય વધારો થઇ રહ્યો છે.  કોરોના વાયરસ હાલમાં બેકાબુ છે. ધારણા પ્રમાણે જ કોરોના વિસ્ફોટ જારી છે. હવે ચિંતાજનક રીતે નવા કેસો મોટી સંખ્યામાં સપાટી પર આવી રહ્યા છે. લોકડાઉનના નિયમોને હળવા કર્યા બાદ દિલ્હીમાં કોરોના વિસ્ફોટ  જારી છે.સંરક્ષણ મંત્રાલય દ્વારા તેના દરવાજા બંધ કરવાની ફરજ પડી છે. તેમના ટોપ અધિકારીઓ ક્વારન્ટીન થઇ ગયા છે. નાણાં મંત્રાલયના અધિકારીઓ અને સરકારના ટોપ પ્રવકતા પણ કોરોના વાયરસના સકંજામાં આવી ચુક્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here