દિલ્હીની ૩૦૦૦ હોટલ અને ગેસ્ટ હાઉસમાં ચીની નાગરિકોને No Entry

0
15
Share
Share

ન્યુ દિલ્હી,તા.૨૫

કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ) એ ચીની સામાનના બહિષ્કારના આહ્નાન પર દિલ્હીના બજેટ હોટલોના સંગઠન ’દિલ્હી હોટલ એન્ડ ગેસ્ટ હાઉસ ઓનર્સ એસોસિએશન (ધુર્વા)’ એ જાહેરાત કરી છે કે કોઇ પણ ચીની નાગરિક તેમની હોટલમાં રોકાય નહીં શકે.

દિલ્હીમાં લગભગ ૩૦૦૦ બજેટ હોટલ અને ગેસ્ટ હાઉસ છે. જેમાં લગભગ ૭૫ હજાર રૂમ છે. ધુર્વાના પ્રમુખે જણાવ્યું કે ચીની સૈનિકો જે રીતે હિંસક ઝડપ કરી તેને જોતા દિલ્હીના તમામ હોટલના માલિકોમાં ગુસ્સો ફૂટ્યો છે.

તેમણે કહ્યું કે, જ્યારે દેશભરમાં ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે, તેમાં દિલ્હીના હોટલ અને ગેસ્ટ હાઉસના માલિકોની લાગણી જોતા અમે આ નિર્ણય લીધો છે.

કેટના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે પણ ધુર્વાના આ નિર્ણયને આવકાર્યો છે. તેમણે કહ્યું કે ધુર્વાના આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે ચીની વસ્તુઓના બહિષ્કારમાં વિવિધ વર્ગોના લોકો જોડાય રહ્યાં છે. કૈટ હવે આ દિશામાં ટ્રાન્સપોર્ટ, ખેડુત, હોકર્સ, લઘુ ઉદ્યોગ, ગ્રાહકો, મહિલા ગૃહ ઉદ્યોગોને સંપર્ક કરી બહિષ્કાર કરવામાં આવશે.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here