દિયા વધુ ફિલ્મ બનાવશે

0
51
Share
Share

લોકડાઉનના ગાળામાં પટકથા પર સક્રિય હતી

પોતે અભિનય પણ કરશે : નિર્માણ કામગારી ટુંકમાં શરૂ

મુંબઇ,તા. ૨૯

અભિનેત્રી અને ફિલ્મ નિર્માત્રી દિયા મિર્ઝા સંજય દત્તની લાઇફ પરની ફિલ્મ દત્તમાં કામ કર્યા બાદ ફિલ્મ નિર્માણમાં વધારે તાકાત સાથે ઉતરનાર છે. દિયા હવે એક રોમેન્ટિક ફિલ્મ બનાવવા જઇ રહી છે. દિયા મિર્જાની લાઇફમાં ખુબ ઉતારચઢાવ આવી ચુક્યા છે. તે પોતાના પતિ  સાહિલ સંઘા સાથે બ્રેક અપ કરી ચુકી છે. તે હવે સિંગલ રહીને વધારે સક્રિય બની છે. કોરોના વાયરસ લોકડાઉન દરમિયાન તે વધારે ઘરમાં હતી. ત્યારે તે ફિલ્મ પટકથા પર કામ કરી રહી હતી. વધુને વધુ ફિલ્મ નિર્માણ કરવા માટે તેતૈયાર છે. દિયા પહેલા લવ બ્રેક અપ જિન્દગી બનાવવામાં આવી હતી. ત્યારબાદ બોબી જાસુસ નામની ફિલ્મ બનાવવામાં આવી હતી. હવે તેમની યોજના નવી ફિલ્મ બનાવવા માટેની છે. આ ફિલ્મ રોમેન્ટિક ડ્રામાં ફિલ્મ છે. દિયા મિર્જાએ કહ્યુ છે કે હાલમાં રોમેન્ટિક ફિલ્મોનો દોરચેાલી રહ્યો છે ત્યારે અમે પણ આ દિશામાં આગળ વધીને ફિલ્મ બનાવવા જઇ રહ્યા છીએ. રહેના હે તેરે દિલ મે, લગે રહો મુન્નાબાઇ અને હનિમુન ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી હવે નવી ફિલ્મ નવા વિષય સાથે બનાવવા માટે તૈયાર છે. સ્ટાર અભિનત્રી ફિલ્મ નિર્માણમાં કુદી પડ્યા બાદ તે વિદ્યા બાલનને લઇને બોબી જાસુસ નામની ફિલ્મ બનાવી ચુકી છે. આનો બીજો ભાગ પણ બનાવવામાં આવનાર છે. દિયા મિર્જાએ પોતાની પ્રોડક્શન કંપની હેઠળ બનનાર ફિલ્મમાં કામ કરવાનો ઇન્કાર કરી રહી નથી. ફિલ્મમાં એક અભિનેત્રી તરીકે નિષ્ફળ રહ્યાબાદ તે ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં કુદી ગઇ હતી. ત્રબોલિવુડમાં દરરોજ નવી સ્ટાર પ્રવેશી રહી છે. સાથે સાથે દરેક પ્રકારના રોલ પણ કરી રહી છે  શરૂઆતમાં કેટલીક સફળ ફિલ્મોમાં કામ કર્યા બાદ તેની પાસે વધારે ફિલ્મ આવી રહી ન  હતી. જેના કારણે તેની અપેક્ષાને ફટકો પડ્યો હતો. તે હવે નિર્માણ ક્ષેત્રે કુદી ગઇ છે. કેટલીક ચર્ચાસ્પદ ફિલ્મ પણ બનાવી ચુકીછે. જો કે તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર વધારે કમાલ કરી શકી નથી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here