દિગ્ગજ શાસ્ત્રીય ગાયક પંડિત જશરાજનું નિધન

0
23
Share
Share

૯૦ વર્ષીય કલાકારનું અમેરિકામાં મૃત્યુ : વડાપ્રધાન મોદી સહિતના નેતા-કલાકારોએ કલાકારને શ્રદ્ધાંજલિ પાઠવી

નવી દિલ્હી, તા.૧૭

પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજનું ૯૦ વર્ષની વયે અમેરિકાના ન્યુજર્સીમાં તેમનું દુઃખદ નિધન થયું છે. જસરાજ ભારતના પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયકોમાંથી એક હતા. પંડિત જસરાજનો સંબંધ મેવાતી ઘરાનાથી રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ તેમની દીકરી દુર્ગા જસરાજે જણાવ્યું કે,‘દુઃખ સાથે જણાવી રહ્યા છીએ કે સંગીત માર્તંડ પંડિત જસરાજનું અમેરિકામાં ન્યુજર્સીમાં સવારે ૫ઃ૧૫ વાગ્યે કાર્ડિયાક એટેકથી નિધન થયું છે.’ તેમણે આગળ કહ્યું કે,‘અમે પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન શ્રીકૃષ્ણ સ્વર્ગમાં તેમનું પ્રેમથી સ્વાગત કરે. જ્યાં હવે પંડિતજી ઓમ નમો ભગવતે વાસુદેવાય માત્ર તેમના પ્રિય ભગવાન માટે જ ગાશે. અમે પ્રાર્થના કરીએ છીએ કે તેમની આત્માને હંમેશા સંગીતથી શાન્તિ મળે. પંડિતજીનો જન્મ ૨૮ જાન્યુઆરી ૧૯૩૦માં થયો હતો. પંડિત જસરાજ માત્ર ચાર વર્ષના હતા ત્યારે તેમના પિતા પંડિત મોતીરામનું નિધન થયું હતું. તેમનું ભરણપોષણ તેમના ભાઈ પંડિત મણિરામે કર્યું. પંડિત જસરાજને સંગીત દુનિયામાં ૮૦ વર્ષથી વધુ સમય થયો હતો. આ દરમિયાન તેમને અનેક પુરસ્કાર પણ મળ્યા. શાસ્ત્રીય અને અર્ધ-શાસ્ત્રીય સ્વરોમાં તેમની ધૂનોને આલ્બમ અને ફિલ્મ સાઉન્ડટ્રેક તરીકે પણ બનાવ્યામાં આવ્યા છે. જસરાજે ભારત, કેનેડા અને અમેરિકામાં સંગીત શીખવાડ્યું હતું. તેમના ઘણા શિષ્યો લોકપ્રિય સંગીતકાર પણ બન્યા છે. આંતરરાષ્ટ્રીય ખગોળીય સંઘ(આઈએયુ) એ ગત વર્ષે મંગળ અને ગુરુ વચ્ચે આવેલા એક ગ્રહનું નામ ‘પંડિતજસરાજ’ રાખ્યું છે. આ ગ્રહ ૨૦૦૬વીપી૩૨, ૨૦૦૬માં શોધવામાં આવ્યો હતો. આ સાથે પંડિત જસરાજ પહેલા એવા ભારતીય સંગીતજ્ઞ બન્યા જેમને અનંત અતરિક્ષમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. મેવાતી ઘરાનાથી સંબંધ રાખનાર પંડિત જસરાજે માત્ર ભારતમાં જ નહીં પણ દુનિયાભરમાં શાસ્ત્રીય સંગીતનો જાદુ ફેલાવ્યો. તેમણે અમેરિકા અને કેનેડામાં પણ સંગીત શિક્ષા આપી.

‘ઓમ નમોઃ ભગવતે વાસુદેવાય’, ‘ઓમ નમઃ શિવાય’ પંડિતજીના આવાજમાં શાસ્ત્રીય ગાયન આપોઆપ પ્રાર્થનનો રિવાજ બની ગયા હતા. પંડિત જસરાજે ૧૪ વર્ષની ઉંમરમાં ગાયન શરૂ કર્યું હતું. પંડિત જસરાજના નિધન પર પીએમ મોદી પણ દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમે ટ્‌વીટ કરી શોક વ્યક્ત કર્યો. તેમણે પંડિત જસરાજના નિધનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું અને ભારતીય સાંસ્કૃતિક જગત માટે મોટી ખોટ ગણાવી.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here