દાહોદમાં સરકારી કાર અને એસટી બસ વચ્ચે અકસ્માતમાં કાર ચાલકનું મોત, ૬ ઘાયલ

0
24
Share
Share

દાહોદ,તા.૮

જિલ્લાના રાબડાલ ગામ પાસે હાઈ-વે પર એસ ટી બસ અને કાર વચ્ચે અકસ્માત અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં કાર ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે છ લોકો ઘાયલ થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે દાહોદથી અમદાવાદ તરફ જતી બસનું બરોડાથી ઉજજેન તરફ જતી કાર જોડે અકસ્માત સર્જાયો હતો. ઘયાલોને ૧૦૮ વડે સારવાર હેઠળ ખસેડાયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here