દાહોદમાં ફ્રન્ટલાઈન વર્કર્સના બીજા તબક્કાના રસીકરણ પર ચૂંટણીની અસર

0
29
Share
Share

દાહોદ,તા.૨૨

દાહોદ જિલ્લામાં હાલ કોરોનાના ઘટી રહેલા સંક્રમણ વચ્ચે પુરજોશમાં રસીકરણની કામગીરી ચાલી રહી છે. હેલ્થ વર્કસ અને ફ્રન્ટ લાઈન વર્કર્સને એક ડોઝ અપાયા બાદ એક મહિનો થઈ જતા હવે બીજો ડોઝ આપવાની કામગીરી શરૂ કરવામા આવી છે. જો કે, હાલ ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી હોવાથી ફ્રન્ટલાઈન વર્કર્સના રસીકરણ પર અસર પડી છે. અનેક એવા ફ્રન્ટલાઈન વર્કર્સ છે કે જેઓને ૨૮ ફેબ્રુઆરીએ વેક્સિનનો બીજો ડોઝ આપવાનો હતો.

પરંતુ, ૨૮ તારીખે જિલ્લા-તાલુકા અને નગરપાલિકાની ચૂંટણીમાં કર્મચારીઓ રોકાયેલા હોવાથી હવે ૩ માર્ચે બીજો ડોઝ આપવાની કામગીરી શરૂ કરાશે. દાહોદ જિલ્લામાં ૧૬ જાન્યુઆરીથી કોરોના રસીના રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો હતો. જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૨ હજાર ૬૫૭ આરોગ્યકર્મીઓને પ્રથમ ડોઝ આપવાની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. તમામને બીજો ડોઝ આપવાની કામગીરી હાલ ચાલી રહી છે.

તે પણ ૨૫ ટકા પૂર્ણ થઈ ચૂકી છે.તેવી જ રીતે બીજી હરોળના કોરોના વોરિયર્સને પણ રસી મુકી દેવામાં આવી છે જેમાં વહીવટી કર્મચારીઓ,અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ કર્મીઓનો સમાવેશ થાય છે.આશરે ૧૫,૦૦૦ જેટલા આ કોરોના વોરિયર્સને પણ પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે અને તારીખ ૨૮ ફેબ્રુઆરીથી તેમને બીજો ડોઝ આપવાનો આરંભ કરવાનો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here