દાહોદમાં એક જ પરિવારના ૫ સભ્યોને કોરોનાગ્રસ્ત

0
24
Share
Share

દાહોદ,તા.૧૮

જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીના ભાઈને મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, તપાસ હાથ ધરાતા જાણવા મળ્યું હતું કે, ગરબાડા નગરમાં રહેતા એક જ પરિવારના પાંચ સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આજ વિસ્તારમાં રહેતા કેટલાક ઈસમો દ્વારા આ પરિવારને ત્યાં જઈ અપશબ્દો બોલવામાં આવ્યા હતાં. તેમજ તમારા કારણે આ બધુ થયું તેમ કહી કોરોનાગ્રસ્ત યુવકના ભાઈને કેટલાક ઈસમોએ સાથે મળી માર માર્યો હતો.ગરબાડાના આ કોરોનાગ્રસ્ત પરિવાર દ્વારા દાહોદના ઉચ્ચ અધિકારીઓને આ બનાવ અંગે જાણ કરી હતી અને વધુ તપાસ હાથ ધરી પોતાના પરિવારને સુરક્ષા મળી રહે તે માટે રજુઆત પણ કરવામાં આવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here