દાહોદની ગેંગના ઘરફોડ ચોરીના બે ગુનેગારો ઝડપાયા, ચોરીઓની કરી કબૂલાત

0
18
Share
Share

મહેસાણા,તા.૧૨

મહેસાણા પોલીસ ટીમે ઉત્તર ગુજરાત સહિત બીજા જિલ્લામાં ઘરફોડ આરતી ગેંગના બે ગુનેગારો પકડાયા છે. મહેસાણામાંથી બેને શંકાસ્પદ હાલતમાં ઝડપી પૂછપરછ કરતા તેઓ દાહોદ ગેંગના હોવાનું સામે આવ્યું અને અગાઉ કરેલા ગુનાને પણ કબૂલાત કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણા પોલીસ ટીમ બાતમી અને સાયબર સેલની મદદથી ગુનેગાર દાહોદની ગેંગના હોવાનું જાણવામાં આવ્યું હતું. જેને લઇને પી.એસ.આઇ ડીએન વાજા સહિત ટીમે મહેસાણાથી ૨ આરોપીને ઝડપી પાડ્યા છે. જેઓને બાદમાં તેઓએ બાવલુ, બીજાપુર, ઊંઝા, અમદાવાદ, માંડલ અને બોટાદમાં ચોરી કરી હોય તેવા ગુના કબૂલ કર્યા હતા. આરોપીઓ અગાઉ રોડ બનાવવાની મજૂરીએ આવતા હતા અને જગ્યા અગાઉથી જોઇ લેતા હતા. બાદમાં હાઇવે રોડની સાઇડમાં આવેલી કોટન જીનીંગની આવેલી ઓફીસને ટાર્ગેટ બનાવી રાત્રીના સમયે બારી તથા દરવાજા તોડી ગુન્હાને અંજામ આપતા હતા.

પકડાયેલા આરોપીઓ

૧.) પલાસ વિજય જી /ર્  દીપાભાઇ નાનીયાભાઇ (ઉ.વ .૨૪)

૨.) પલાસ નિલેશ ઉર્ફે લીલો જી /ર્  સુભાષ નગરસીંગ (ઉ.વ ૨૧)

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here