દારૂની ૩૦૦થી વધુ પેટીઓની હેરફેર કરતાં ઝડપાયા ૩ પોલીસકર્મીઓ, ગુનો દાખલ

0
22
Share
Share

અરવલ્લી,તા.૨૦

અરવલ્લી જિલ્લામાં એલસીબીની ઓફિસમાંથી મળી આવેલા વિદેશી દારૂ મામલે પીઆઇ વિરૂદ્ધ ગુનો દાખલ થયો છે. એલસીબીની ઓફિસની તિજોરી તેમજ અન્ય ૩ જગ્યાએ દારૂ છુપાવવામાં આવ્યો હતો. ત્યારે હવે આ મુદ્દે એલસીબીના પીઆઇ આર.કે. પરમાર સહિત કુલ ૩ પોલીસ કર્મચારીઓ સામે ગુનો દાખલ કરાયો છે.

લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે આઈસર ટ્રકમાંથી વિદેશી દારૂની ૩૩૪ પેટીઓ જપ્ત કરી તેને જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે લાવવામાં આવી હતી. જોકે ત્યાંથી ખાનગી કારમાં ૨ કોન્સ્ટેબલ ઇમરાન શેખ અને પ્રમોદ પંડ્યા તેમજ શાહરૂખ નામનો વ્યક્તિ કારમાં દારૂ ભરીને લઇ ગયા. જોકે જાગૃત નાગરિકે કારનો પીછો કરતા કારે વાઘોડિયા પાસે પલટી મારી હતી. જે બાદ બંને પોલીસકર્મીઓ પલાયન થયા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here