દાદાગીરીઃ વડોદરાની એસએસજી હોસ્પિટલના સિક્યુરિટીએ દર્દીના સગાને દંડાથી ફટકાર્યો

0
21
Share
Share

વડોદરા,તા.૧૯
મધ્યગુજરાતની સૌથી મોટી જીજીય્ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. જેમાં સયાજી હોસ્પિટલના સિક્યુરિટી ગાડ્‌ર્સની દાદાગીરીનો વિડિયો સામે આવ્યા છે. સિક્યુરિટી ગાડ્‌ર્સ દર્દી સાથે આવેલા સંબંધીને લાકડી વડે ફટકારતા વિડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયો વાયરલ થતા અનેક સવાલો ઉઠી હ્યા છે. વીડિયોમાં તમે જોઇ શકો છો કે સિક્યુરિટી પોતાના પર કાબુ ગુમાવીને દંડાથી સંબંધીને ફટકારતા નજરે પડી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર વડોદરાની સયાજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. જેમાં સયાજી હોસ્પિટલના સિક્યુરિટી ગાડ્‌ર્સની દાદાગીરીના વિડિયો સામે આવ્યા છે. સિક્યુરિટી ગાડ્‌ર્સ દર્દી સાથે આવેલા સંબંધીને લાકડી વડે ફટકારતા વિડિયો વાઈરલ થઇ રહ્યો છે. જેમા સિક્યુરિટી ગાર્ડ દર્દીના સંબંધી પર તુટી પડ્યા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોઇ શકાય છે કે મહિલા આજીજી કરી રહી છે પણ સિક્યુરિટી કર્મીઓએ દંડાવાળી ચાલુ જ રાખી છે.
આ વિડિયોમાં સંબંધી એક મહિલા સાથે સયાજી હોસ્પિટલના સર્જીકલ બિલ્ડીંગ પાસે ઉભો હતો, તે દરમિયાન કોઇક કારણોસર બોલાચાલી કાબૂ ગુમાવી બેઠેલા સિક્યુરિટી ગાર્ડે કાયદો હાથમાં લઈને યુવકને દંડા વડે ફટકાર્યો હતો. યુવક પોતાનો બચાવ કરી રહ્યો હતો અને મહિલા મદદ માટે બૂમો પાડી રહી હતી. તેમ છતાં પણ નિર્દયી ૩ જેટલા સિક્યુરિટી ગાર્ડ લાફા અને દંડા ફટકારતા રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ અનેક વાર સયાજી હોસ્પિટલના સિક્યુરિટી પર સવાલ ઉઠ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here