દાંતીવાડામાં હાથરસવાળી, મૂકબધિર કિશોરીની હત્યા

0
13
Share
Share

કિશોરીનું ગળું કાપીને મોતને ઘાટ ઊતારાઈ, કંઈક અજૂગતું બન્યું હોવાની સેવાતી શંકા, પોલીસ તપાસનો ધમધમાટ

દાંતીવાડા,તા.૧૭

ઉત્તર પ્રદેશના હાથરસકાંડની અસર સમગ્ર દેશમાં જોવા મળી હતી, આ સ્થિતિ વચ્ચે ગુજરાતમાં બનાસકાંઠાના દાંતીવાડામાં એક સગીર યુવતીની હત્યા કરી નાંખવામાં આવી છે. આ ઘટનામાં જે સગીરાની હત્યા કરી નાંખવામાં આવી છે તે મુકબધીર છે અને આ સગીરાનું ગળુ કાપીને અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરી નાંખવામાં આવી છે. આ ઘટનામાં હાલ દાંતીવાડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. યુવતી સાથે કંઈક અજુગતું થયું હોવાની સંભાવના સેવવામાં આવી રહી છે, ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી હોય તેવું જણાઈ રહ્યું છે. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, દાંતીવાડાના ભાખર પાસે એક સગીર યુવતીની ઘાતકી હત્યા કરી હોવાના અહેવાલ મળતા જ દાંતીવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. દાંતીવાડાના ભાખર પાસે એક ૧૨ વર્ષીય મુકબધીર સગીરાનું ગળું કાપી હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે કેટલાક થોડા દિવસથી મૂકબધીર સગીરા ગુમ થઈ હતી, ત્યારબાદ આજ સગીરાની અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરાઈ હતી, જેનો મૃતદેહ આજે મળી આવ્યો હતો. ૧૨ વર્ષીય સગીરાની ક્રૂરતા પૂર્વક હત્યા કરાતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બીજી બાજુ  દાંતીવાડાના ભાખર ગામે ૧૨ વર્ષીય સગીરાનું ગળું કાપીને હત્યા કરવાના મામલે પોલીસે તપાસ કરતા એક સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા છે. જેમાં સગીરાને બાઈક ઉપર બેસાડીને લઈ જતા યુવકનો સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યો છે. સગીરા ડીસાથી ગુમ થઈ હતી.જેથી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં દાંતીવાડા પોલીસે મૂકબધીર સગીરા વિશે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ભોગ બનનાર યુવતી ડીસા સ્પોર્ટ કલબ પાસે રહેતી હતી. હાલ દાંતીવાડા પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે અને વધુ માહિતી મેળવવાની કોશિશ કરવામાં આવી રહી છે.

હાથરસકાંડની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી, તેવા સમયે ગુજરાતમાં ફરી એક વાર યુવતી સાથે કંઈક અજુગતું થયું હોય તેવી એકઘટના સામે આવી હતી. આ ઘટનામાં શરીરે સંખ્યાબંધ ગંભીર ઈજા અને લોહીથી લથપથ એક યુવતી ગંગાધરા રેલવે સ્ટેશન નજીકના ગંગાપુર ફાટક પાસેની એક ઝાડીમાંથી મળી આવતા ચરચાર મચી જવા પામી હતી. તેણીને ૧૦૮ની મદદથી સારવાર માટે સિવિલ ખસેડાય હતી. યુવતીની ગંભીર હાલતમાં લવાતા તબીબો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. સાંજે ૬ વાગયે અજાણી યુવતીને ૧૦૮ મારફતે સુરત સિવિલમાં ખસેડવામાં આવી હતી. હાથ અને પગમાં ફ્રેક્ચર, જાંગ અને હોઠ પર ગંભીર ઈજા તેમજ એક કરતાં વધુ દાંત તૂટેલા હોવા સાથે યુવતીના ગુપ્ત ભાગે પણ ગંભીર ઈજા જોઈ ફરજ પર હાજર તબીબો ચોંકી ઉઠ્‌યા હતા. યુવતીની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. સોમવારે સાંજે ૬ વાગ્યાની આસપાસ સુરત સિવિલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં અંદાજે ૩૦ વર્ષીય એક અજાણી યુવતીને ૧૦૮ મારફતે લાવવામાં આવી હતી. યુવતી ગંગાધરા રેલવે સ્ટેશન નજીક આવેલા ગાંગપુર ફાટક પાસે ગંભીર હાલતમાં પડી હોવાની જાણ સ્ટેશન માસ્ટરને થતાં તેમણે આરપીએફ અને પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે ઘસી જઈ યુવતીને સારવાર અર્થે સિવિલમાં ખસેડી હતી.

યુવતીને ડાબા પગે અને જમણાં હાથમાં ફ્રેક્ચર છે. ઉપરાંત એક કરતાં વધુ દાંત તૂટેલા છે. તેણીના હોઠ અને મોઢાના ભાગે પણ ગંભીર ઈજા પહોંચી છે. એટલું જ નહીં, યુવતીના ગુપ્ત ભાગે પણ ગંભીર ઈજા પહોંચી છે. મોડી રાત્રે પલસાણા પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર અને આરપીએફના જવાનો સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. શરીરે સંખ્યાબંધ ફ્રેક્ચર હોવા સાથે યુવતીને હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. વધુમાં તબીબોએ આશંકા વ્યક્ત કરી હતી કે, ગુપ્ત ભાગે ઈજા થઈ હોવાથી યુવતી સાથે કંઈક અજુગતું થયું હોવાની સંભાવના છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here