દહેગામમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, અંડર બ્રિજ પાણીમાં ગરકાવ

0
17
Share
Share

ગાંધીનગર,તા.૧૮

જિલ્લામાં શહેર સહિતના દહેગામ, માણસા અને કલોલ વિસ્તારમાં મોડીરાત્રે મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. પરંતુ દહેગામ તાલુકામાં એન્ટ્રી સાથે જોરદાર બેટિંગ જોવા મળી હતી. દહેગામના રખિયાલ પાસે બનાવવામાં આવેલો અંડર બ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો. જેના કારણે અહીંથી પસાર થતા ૨૫ ગામના વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ખાનપુર, રબારીની મુવાડી, અહમદપુરા સહિતના ગામ બેટમાં ફેરવાઇ ગયા હતા.

રેલવે લાઇન ઉપર બનાવવામાં આવેલા દહેગામના સોલંકીપુરા પાસે, ભાદરોડા, રખિયાલ આ તમામ બ્રિજમાં પાણી ભરાઈ ગયું હતું. જેને લઇને અનેક વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ડભોડાથી વડોદરા જવાના બે બ્રિજમાં પણ પાણી ભરાઈ ગયા હતા. એક રાતમાં દહેગામ તાલુકામાં ૧૨૦એમએમ વરસાદ ખાબક્યો હતો. જેને લઇને અત્ર-તત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળતું હતું. સામાન્ય રીતે શ્રાવણ મહિનામાં મેઘરાજા ઝરમર જોવા મળતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે ધૂંઆધાર બેટિંગ કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here