દશકાઓ સુધી કોંગ્રેસે જે સંબંધો બાંધ્યા તેને મોદી સરકારે તોડી નાખ્યાઃ રાહુલ

0
32
Share
Share

ન્યુ દિલ્હી,તા.૨૩

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી દેશમાં પરત ફરી ચૂક્યા છે. તેઓ પોતાની માતા સોનિયા ગાંધીની સારવાર માટે તેમની સાથે વિદેશ ગયા હતા. આ દરમિયાન રાહુલ ગાંધી સોશિયલ મીડિયા દ્વારા લોકો સાથે સંકળાયેલા હતા. તેઓ અવારનવાર ટિ્‌વટર દ્વારા મોદી સરકાર પર પ્રહાર સાધતા રહ્યા છે. થોડા સમય અગાઉ તેમણે સરકાર પર આંતરરાષ્ટ્રીય સંબંધો મામલે પ્રશ્ન કરતા પ્રહાર કર્યો છે.

રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરીને કહ્યું કે, મિસ્ટર મોદીએ સંબંધોના એ જાળાને નષ્ટ કરી દીધો છે, જે સંબંધોને કોંગ્રેસે કેટલાય દશકાઓ સુધી મહેનત કરીને બનાવ્યો હતો. પડોશમાં મિત્રો વગર રહેવું ખતરનાક છે. રાહુલ ગાંધીએ એક અહેવાલનો ઉલ્લેખ કરતા આ ટ્‌વીટ કર્યું છે. આ અહેવાલ બાંગ્લાદેશના ભારત સાથેના સંબંધોના નબળા થવા અને ચીન સાથેના સંબંધોના મજબૂત થવા પર હતા.

રાહુલે આ અગાઉ કૃષિ બિલના મામલે મોદી સરકાર પર પ્રહાર કરતા ટ્‌વીટ કર્યું હતું. કૃષિ બિલોને રાજ્યસભામાંથી પસાર થયા બાદ રાહુલે ટ્‌વીટ કર્યું હતું કે, જે ખેડૂત ધરરતીમાંથી સોનું ઉગાડે છે, મોદી સરકારનો અહંકાર તેમને જ લોહીના આંસુએ રોવડાવે છે. રાજ્યસભામાં આજે જે પ્રમામે કૃષિ બિલના સ્વરૂપમાં સરકારે ખેડૂતો વિરુદ્ધ મોતનું ફરમાન નિકાળ્યું છે તેનાથી લોકતંત્ર શરમમાં મુકાયું છે. કોરોનાના વધતા જતા કેસોના મામલે પણ સરકાર પર પ્રહાર કર્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here