દરોડા પડ્યા તો સાંસદના અંડરવિયરમાંથી નીકળવા લાગી હજારોની નોટ

0
18
Share
Share

બ્રાઝીલ,તા.૧૬

બ્રાઝીલમાં કોરોના વાયરસના વધતા કેસની વચ્ચે ભ્રષ્ટાચારના કેસ એ પણ તૂલ પકડયું છે. આ બધાની વચ્ચે એન્ટી કરપ્શન યુનિટના એક દરોડામાં રાષ્ટ્રપતિ જેયર બોલસનારોની પાર્ટીના એક સાંસદ પોતાના અંડરવિયરમાં રૂપિયા છુપાવતા પકડાયા. કેન્દ્રીય અધિકારીઓએ કહ્યું કે તપાસ દરમ્યાન સાંસદ ચિકો રોડ્રિગ્સના અંડરવિયરમાંથી ૩ લાખ ૮૮ હજાર રૂપિયા જપ્ત કરાયા છે. એજન્સીએ કહ્યું કે તેને સત્તાધારી પાર્ટીના સેનેટરના ભ્રષ્ટાચાર સાથે જોડાયેલી માહિતી મળી હતી. ત્યારબાદ ઉત્તર બ્રાઝીલમાં આવેલ રોરિમા રાજ્યમાં ચિકો રોડ્રિગ્સના ઘરે બુધવારના રોજ દરોડા પાડ્યા.

તેના પર આરોપ હતો કે તેઓ રોરિમા રાજ્યમાં કોરોના વાયરસના પ્રકોપને ઉકેલવા માટે આપવામાં આવેલા ફંડામાં હેરાફેરી કરી રહ્યા હતા. આ બધાની વચ્ચે સેનેટર ચિકો રોડ્રિગ્સે પણ નિવેદન રજૂ કરીને આ દરોડાની માહિતી આપી છે. તેમણે કહ્યું કે પોલીસે એક કેસના સિલસિલામાં તેમના ઘરની તપાસ કરી છે. જો કે તેમણે જપ્ત કરાયેલ રોકડનો કોઇ ઉલ્લેખ કર્યો નથી. તેમણે ફરિયાદ કરી છે કે ધારાસભ્ય તરીકે કામ કરવા માટે તેમના ઘરની શોધ કરવામાં આવી છે. રોડ્રિગ્સે ભારપૂર્વક કહ્યું કે તેમણે કંઇ જ ખોટું કર્યું નથી.

સેનેટરે આરોપ લગાવ્યો કે આ બધું તેમને બદનામ કરવા માટે કરાયું છે. તો રાષ્ટ્રપતિ જેયર બોલસનારો એ આખી ઘટનાનું ઠીકરું મીડિયાના માથે ફોડ્યું છે. તેમણે મીડિયા પર પોતાની સરકારને ભ્રષ્ટ બતાવા માટે નકલી વાર્તાનો ઉપયોગ કરવાનો આરોપ મૂકયો. તેમણે કહ્યું કે આ ઓપરેશન એક ઉદાહરણ છે કે મારી સરકારમાં કોઇ ભ્રષ્ટાચાર નથી. અમે ભ્રષ્ટાચાર સામે બરાબરની લડત આપી રહ્યા છીએ પછી કોઇપણ કેમ ના હોય.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here