દરેક રોગની દવા આયુર્વેદ માં છે તો કોરોના નાથવા સંશોધન કેમ નહીં….?

0
19
Share
Share

(જી.એન.એસ,હર્ષદ કામદાર)

કોરોના વાયરસ અનુસંધાને વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી આપી છે કે જો કોરોના કેસો વધશે તો આવનાર દિવસોમાં મૃતક બાળકો જન્મશે… અને આ બાબત જાણીને લોકોમાં ભયનું વાતાવરણ ફરી વળ્યું છે. ત્યારે આજે પણ ભારતમાં કોરોના મારક દવા શોધવાના દાવાને ત્રણ માસનો સમય વિતી ગયો છતાં હજુ સુધી દવા શોધી શકાઈ નથી. ત્યારે ભારત આદિઅનાદિ કાળથી  આયુર્વેદિકને મહત્વ આપતું આવ્યું છે. પરંતુ વિકાસની કેડીએ ચાલતા મોટા ભાગના લોકો એલોપથી દવાઓ તરફ  વળી ગયા છે અને મોટાભાગના લોકો આયુર્વેદીક દવા જ ભૂલી ગયા છે. આયુર્વેદમાં કોઈપણ રોગ માટેની દવા થકી ઉપચાર બતાવ્યા છે. જે ધન્વંતરીના સમયથી ચાલ્યા આવે છે. જો કે લોકોમા એવી સમજ ઊભી થઈ ગઈ છે કે દવાની તુરંત અસર થવી જોઈએ. લોકો એ બાબત જાણતા કે સમજતા નથી કે આયુર્વેદ દવા છે તે રોગને જડમૂળથી ખતમ કરી નાખે છે. પરંતુ તેનો ઉપચાર કે દવા અને તેનું ચરી પાલન લાંબો સમય માંગી લે છે જે બાબતનો આધુનિક સમયમાં ઓછો સ્વિકાર થાય છે. ત્યારે ખરેખર આયુર્વેદ તરફ લોકોએ વળવાની જરૂર છે. જોકે ભારતના આયુષ મંત્રાલય દ્વારા કોરોનાથી બચવા અંગે કોરોના રોગ નાથવા દવાનું વિતરણ દેશ ભરમાં કરવામાં આવ્યું જેમાં ગુજરાતમાં ખાસ ઊભી કરેલી કોરોના હોસ્પિટલને આયુષ દવા ઉપચાર કરતા મોટી સફળતા મળવા પામી હતી પરંતુ પછીથી આયુષની કોરોના બચાવવાની દવા કે સારવાર તરફ ધ્યાન આપવામાં આવ્યું નથી કે તેનો જરૂરી પ્રમાણમાં પ્રચાર પણ કરવામાં આવ્યો નથી….તેવુ આયુર્વેદ દવાનો જ ઉપયોગ કરતા લોકો અને આયુર્વેદ ડોક્ટરોનું માનવું છે.જો કે દેશમાં કોરોના ઘટવા સાથે સાજા થનારા  દર્દીઓની સંખ્યામાં વધારો થવા લાગ્યો છે તે દેશના લોકો માટે સારી વાત છે…. કારણ ભારત ખેતીપ્રધાન દેશ છે અને ૭૦ ટકાથી વધુ લોકો આત્મનિર્ભર છે. તેઓની હાલત મહામારીને કારણે અને કેટલી સરકારી નીતિઓને કારણે કફોડી બની છે…. ત્યારે ેહર્ઙ્મષ્ઠા ૫ ની છૂટછાટો ની જાહેરાત પછી અનેક લોકો પોતપોતાની રીતે કાર્યકરતા થઈ ગયા છે જેના કારણે સમગ્ર જીવન ધમધમતુ થવા તરફ જઇ રહ્યું છે….!

દેશમાં અનલોક ૫ ની છુટછાટ સાથે બિહાર રાજ્ય સહિત જે તે રાજ્યની ૬૬ બેઠકની ચૂંટણી યોજાનાર છે ત્યારે ઉમેદવારોએ પ્રચાર માટે વિવિધ કાર્યક્રમો યોજવા પડે છે અને આવા સમયમાં નવરાત્રી અને દિપાવલીના તહેવારો નજીક આવી રહ્યા છે તે જોઈને કેન્દ્ર સરકારે નવરાત્રીમાં માત્ર મૂર્તિ સ્થાપન અને આરતીની છૂટછાટ આપીને ખલૈયાઓ,ગરબે ઘુમનારા અને શ્રધ્ધાળુ લોકોમા હૈયા હોળી પ્રગટાવી દીધી છે.તેઓની લાગણી એવી છે કે  સરકારે કોરોના નિયમોનુ પાલન કરવા સાથે ગરબે ઘુમવાની છૂટ આપવાની જરૂર હતી અને જરૂરી પણ છે. કારણ કે જે તે રાજકીય પક્ષો, તેના નાના- મોટા નેતાઓ, કાર્યકરો કોરોના નિયમોનું કેટલું અને કેવું પાલન કરે છે તે આમ પ્રજાને  ન્યૂઝ મીડિયા અને સોશિયલ મીડિયા થકી જોવા અને જાણવા મળ્યું છે….મતલબ કે ચૂંટણી પ્રચારમાં કોરોના નિયમોનું પાલન થશે નહીં તેવી પૂરેપૂરી સંભાવના છે તેવું જાગૃત પ્રજાજનોનુ માનવુ છે. તો લોકોને હવે જે તે છૂટછાટો આપવા સાથે  ચૂંટણીઓની જાહેરાત થઈ તેમાં રાજકીય સ્વાર્થને કારણે છુટછાટ આપી હોવાની ચર્ચા છે. અને આ કારણે જયા ચૂંટણી યોજાવાની છે ત્યાં કોરોનાની સંખ્યા વધી જશે તેવી આશંકાઓ છે…..! અને જો એવું થાય તો જવાબદારી કોની…..? તે બાબત સ્પષ્ટ થવી જરૂરી છે તેવી આમ શિક્ષિત વર્ગ અને સમજદાર લોકોની લાગણી છે.દેશમા મોટા ભાગે સામાન્ય વર્ગનિયમોનું પાલન કરે છે તો રાજકીય ક્ષેત્રે તેનો અભાવ છે…..! તાજેતરમાં રાહુલ અને પ્રિયંકા ઉત્તર પ્રદેશમાં હાથરસની પિડીતાના પરિવારને સાંત્વના આપવા ગયા ત્યાર બાદ જે પ્રકારે ખાસ આઈટી નિપૂણ રાજકીય પક્ષ અને કેટલાક આંધળા પાટા ધારણ કરેલાઓએ જે પ્રકારની ટીકા કરી સાધુ-સંતોના વિરોધી બતાવ્યા તે બાબત પછીના લેખમાં…..!

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here