દરેક ઘરમાં વીજળીને પ્રાથમિકતા

0
12
Share
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર તેની બીજી અવધિમાં  દેશના જુદા જુદા ભાગોમાં દરેક વ્યક્તિના ઘરમાં વિજળી પહોંચાડી દેવાની બાબતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે. આ દિશામાં સફળતા મળી પણ છે. જો કે હજુ આ દિશામાં વ્યાપક પ્રયાસ કરવાની જરૂર છે. તમામ પ્રકારના મોટા દાવા છતાં  દરેક ઘર સુધી તો વીજળી હજુ પહોંચી નથી. કોરોના વાયરસના કારણે આ કામગીરી ચોક્કસપણે ખોરવાઇ ગઇ છે.  આના માટે મજબુત ઇચ્છાશક્તિની જરૂર હોય છે. લોક ભાગીદારી પણ જરૂરી બની છે. સાથે મળીને પ્રયાસ કરાશે તો જ સફળતા મળી શકે છે. અપેક્ષા મુજબની સફળતા મળી રહી નથી. આના માટે પણ કેટલાક કારણો રહેલા છે. દેશમાં નવીનીકરણ ઉર્જાની અપાર સંભાવનાના પ્રકાશમાં નીતિઓમાં સામંજસ્ય લાવવામાં આવે તે જરૂરી છે. ઉર્જા ક્ષેત્રમાં લોકોની ભાગીદારીને પ્રોત્સાહન  આપવા માટે તમામ પ્રયાસો કરવામાં આવે તે જરૂરી છે. જો આવુ થશે તો જ દરેક ઘરમાં વિજળી પહોંચાડી દેવાના ઉદ્ધેશ્યને હાંસલ કરવામાં સફળતા મળશે. પ્રયાસ અર્થપૂર્ણ પણ સાબિત થશે. જાણકાર લોકો કહે છે કે વિજળીની વધતી જતી માંગ અને અર્થવ્યવસ્થાની ગતિને જાળવી રાખવા માટે જરૂરી છે કે નવીનીકરણ ઉર્જામાં સતત વધારો કરીને વિજળી ઉત્પાદન માટે કોલસા પર આત્મનિર્ભરતાને ઘટાડી દેવામાં આવે. ગ્રામીણ વિદ્યુતીકરણ નિગરની વેબસાઇટના કહેવા મુજબ દેશના આશરે છ લાખ ગામોમાંથી માત્ર ૦.૨૧ ટકા અથવા તો ૧૩૦૧ ગામમાં જ ૧૦૦ ટકા વિજળી છે. બીજી બાજુ ઉર્જા મંત્રાલયના કહેવા મુજબ ૧૫મી જાન્યુઆરી ૨૦૧૯ સુધી ભારતમાં ૩.૯૪ કરોડ ગ્રામીણ ઘરમાં વિજળી ન હતી. તમામ લોકો સુધી વીજળી પહોંચાડી દેવાની બાબત સરળ નથી. લોકોમાં એવી ધારણા બની છે કે ભારતના દરેક ગામમાં અને દરેક ઘરમાં હવે વીજળી પહોંચી ગઇ છે. જો કે વાસ્તવિકતા એ છે કે હજુ પણ ૩ કરોડ ગ્રામીણ ઘર એવા છે જ્યાં વીજળી પહોંચી શકી નથી. દુનિયાના એક  ચતુર્થાંશ ઘર જ્યાં વિજળી પહોંચી નથી તે ભારતમાં છે. આ વાસ્તવિકતા છે કે ભારતના ગ્રામીણ વિદ્યુતીકરણમાં ખુબ પ્રગતિ થઇ રહી છે. વિદ્યુત પુરવઠા સુવિધાથી સંપન્ન વસ્તી વર્ષ ૨૦૦૦માં ૪૩ ટકા વધીને વર્ષ ૨૦૧૬માં ૮૨ ટકા થઇ ગઇ હતી. ૧૫મી ઓગષ્ટ ૨૦૧૫ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક લાલ કિલ્લા પરથી કહ્યુ હતુ કે એક હજાર દિવસની અંદર ૧૮૪૫૨ ગામોમાં વિજળી પહોંચી જશે. ત્યારબાદ ૯૯૮માં દિવસે એટલે કે ૨૮મી એપ્રિલ ૨૦૧૮ના દિવસે મોદીએ કહ્યુ હતુ કે ભારતના દરેક ગામમાં હવે વીજળી છે. જ્યારે વર્ષ ૨૦૧૫-૧૭ વચ્ચે પ્રકાશમાન થયેલા ૧૮૫૪૨ ગામોમાં આઠ ટકા કરતા પણ ઓછા ગામમાં દરેક ઘરમાં વિજળી પહોંચી રહી છે. સરકારે દરેક વ્યક્તિના ઘરમાં વિજળી પહોંચે તેના માટે મોનિટરિંગની વ્યવસ્થા પણ કરી છે. મોનિટરિંગ માટે એક વેબસાઇટ પણ શરૂ કરી છે. ઓક્ટોબર ૨૦૧૫માં સ્થિતીને અપડેટ કરવા માટે ૩૦૦ ગ્રામીણ વિદ્યુતીકરણ અભિયાન કર્મની નિમણૂંક કરવામાં આવી હતી. તેમ છતા જો એક ગામમાં જો કોઇ સરકારી અથવા તો સામુદાયિક ભવન જેમ કે ડિસ્પેન્સરી, સ્કુલ અથવા તો પંચાયત ઘર અને દસ ટકા લોકો સુધી વીજળી પહોંચી જાય તો તેને પ્રકાશમાન તરીકે ગણી લેવામાં આવે છે. આ સ્થિતી અનેક ગામોની છે. છેલ્લા આંકડા મુજબ ગર્વ  એપ્રિલથી મે ૨૦૧૯સુધી ૩૦૦ ગામોને પ્રકાશમાન કરવામાં આવ્યા છે. આવી સ્થિતીમાં શુ લેસાંગ હકીકતમાં પ્રકાશમાન થનાર અંતિમ ગામ છે. ગામના પ્રકાશમાન હોવાથી તમામ ઘરમાં કોઇ પણ અડચણવગર વિજળી પુરવઠાનો સંદેશ પહોંચે છે. જ્યારે હજારો એવા ગામ છે જ્યાં વિજ પુરવઠો તો કેટલાક કલાકો સુધી જ પહોંચે છે. યોગ્ય રીતે વાત કરવામાં આવે તો વિજળી પુરવઠાની આદર્શ સ્થિતી એ વખતે જ યોગ્ય ગણાશે જ્યારે કોઇ પણ અડચણો વગર વિજળી પુરવઠાથી રોજગારીની તક પણ ઉભી થઇ શકશે. ઓક્ટોબર ૨૦૧૫માં શરૂ કરવામાં આવેલી સોભાગ્ય યોજનાનો ઉદ્ધેશ્ય માર્ચ ૨૦૧૯ સુધી તમામ ઘર સુધી વિજળી પહોંચાડી દેવાનો હતો.ઓક્ટોબર ૨૦૧૭થી લઇને માર્ચ ૨૦૧૯વચ્ચેના ગાળામાં સૌભાગ્ય યોજના હેઠળ દર મહિને સાત લાખ ગામડામાં વિજળી કનેક્શન આપવામાં આવ્યા  હતા. માર્ચ ૨૦૨૧ સુધી ત્રણ કરોડ લોકો સુધી વિજળી એ જ વખતે પહોંચી શકશે જ્યાંરે વર્તમાન ગતિને ઓછામાં ઓછી ત્રણ ગણી કરવામાં આવશે. આ કામ હાલમાં મુશ્કેલરૂપ દેખાઇ રહ્યુ છે. અંધારામાં રહેલા ઘરમાં વિજળી પહોંચાડી દેવા માટે વિજળી ઉત્પાદન ૨૮૦૦૦ મેગાવોટ સુધી વધારી દેવાની જરૂર છે. વીજળી કંપનીઓ આના માટે સંપૂર્ણ તૈયાર દેખાઇ રહી છે પરં રાજ્યોના વિજળી બોર્ડની સ્થિતી કમજોર દેખાઇ રહી છે. ૧૦૦ ટકા વિજળી પહોંચાડી દેવામાં હજુ સુધી તંત્રને સફળતા મળી રહી નથી. જો કે કામ ચાલી  રહ્યા છે. વીજળી પહોંચાડી દેવાની બાબત પણ ઉપયોગી બની રહી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here