દરિયાઈ વાવાઝોડું “નિવાર”નબળું પડ્યું પરંતુ કોરોના જોર યથાવત…..!?

0
27
Share
Share

(જી.એન.એસ,હર્ષદ કામદાર)

વિશ્વભરના દેશોમાં કોરોના નાથવા વૈજ્ઞાનિક સંશોધનો થવા તથા લોકોને બચાવવા નિષ્ણાત ડોક્ટરો સહિત મેડિકલ ટીમોના અથાક પ્રયત્નો છતાં કોરોના નાથી શકાયો નથી… અને આજે પણ તે  અનેક લોકોને ચપેટમાં લઈ રહ્યો છે. વિશ્વભરમાં કોરોના સંક્રમિત કેસોની કુલ સંખ્યા ૬,૦૩,૪૬,૯૭૦  પર પહોંચી ગઈ છે અને મૃત્યુઆંક ૧૪,૨૦,૭૨૧ થી આગળ વધવા તરફ છે. ભારતમાં કોરોના ની ગતિ ધીમી પડી નથી……જ્યારે કે તમિલનાડુ,પોંડીચેરી, આંધ્ર પ્રદેશના દરિયા કિનારે ત્રાટકેલુ “નિવાર” વાવાઝોડું ધીમું પડવા લાગ્યું છે.જો કે આ ત્રણેય રાજ્યોમાં લોકોને દરિયા કિનારા ક્ષેત્રોથી સલામત સ્થળે ખસેડી લીધા હતા છતાં વાવાઝોડાને કારણે ભારે વરસાદ સાથે તોફાની પવન ૧૨૦-૧૩૦ કિ.મી.ની ઝડપે ફૂંકાયો હતો અને ત્યાંના કેટલાક વિસ્તારોનો જન જીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. અને તે એવા સમયમાં કે જ્યારે કોરોનાએ દેશમા ગતિ વધારી છે. ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવો ૫૨૪ મૃતાક વધ્યો છે અને કુલ મૃતાક ૧,૩૫,૨૨૩ પર પહોંચી ગયો છે. જ્યારે દેશ ભરમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા કેસ  ૪૪,૪૮૯  નોંધાતા કુલ કોરોના કેસનો આક ૯૨,૬૬,૭૦૫ નોંધાઈ ગયો છે. કોરોનાથી બચવા માટે લોકોએ કામ સિવાય બહાર ન નીકળવું જોઈએ તેમજ માસ્ક,ડિસ્ટન્સ અને હાથ ધોવા તરફ વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. ત્યારે એક મેસેજ વાયરલ થઇ રહ્યો છે કે ર્ઙ્મષ્ઠાર્ઙ્ઘુહ સો વર્ષ કરીશું તો પણ કોરોના ખતમ નહીં થાય, કોરોનાનો ડર બતાવવાનુ અને ધંધો કરવાનું બંધ કરી મફત ઇલાજ શરૂ કરો તો એક મહિનામાં કોરોના છૂમંતર થઈ જશે.કોરોના કેસો વધવાનું કારણ એ પણ છે કે કોમનમેન- ગરીબ- મજૂર,રોજમદારો પાસે ખાવા માટે રૂપિયા નથી તો દવાનો ખર્ચ ક્યાંથી કાઢે… એટલે બીમારી છુપાવે છે. કોરોનાની દવા નથી બની એ એક વિજ્ઞાન છે અને દવા નથી છતાં હોસ્પિટલના બિલ લાખોમાં આવે… આ એક કળા છે. જોકે ગુજરાતમાં કોરોના માટેની “કોવેક્સિન” નામની વેક્સિન આવી ગઈ છે અને સોલા સિવિલ ખાતે તેની ટ્રાયલની શરૂઆત થઇ ગઈ છે……!

આજનો દિવસ ભારતને મુંબઈમાં ૨૬ /૧૧ ના આતંકવાદી હુમલાની યાદ અપાવી રહ્યો છે ત્યારે આતંકવાદીઓનો સામનો કરતા શહીદ થયેલા દેશના સપૂતોને અંતઃકરણથી ૧૦૦-૧૦૦  સલામ…. અને આ સમયે પાકિસ્તાને નીચતા બતાવી છે આતંકવાદીઓનો આકા સઈદે  મુંબઈમાં માર્યા ગયેલા આતંકવાદીઓ માટે પ્રાર્થના સભાઓ યોજી રહ્યો છે. દેશમાં કૃષિ બિલો સામે ખેડૂતોએ ભારે વિરોધ કર્યો છતાં સંસદમા બીલો બહુમતીથી પસાર થઈ કાયદો બની ગયા પરંતુ પંજાબ હરિયાણા જેવા રાજ્યના ખેડૂતો  નવા કૃષિ કાનૂની વિરોધમાં આંદોલન ચાલુ રાખ્યું છે અને કૃષિ આંદોલનને કારણે ટ્રેન અને ટ્રાન્સપોર્ટ વ્યવહાર થંભાવી દેવામાં આવ્યો છે. તો હરિયાણામાં કેટલાક વિસ્તારોમા વ્યવહાર થંભાવી દીધો છે. બીજી તરફ બે દિવસ પહેલા ખેડૂત સંગઠને આંદોલન સમેટી લીધાની જાહેરાત કરી પરંતુ ટ્રેન, ટ્રાન્સપોર્ટ સહિતનો વ્યવહાર શરૂ ન થતાં કે કોઈ જવાબ ન મળતા  ફરી ખેડૂત સંગઠને  ચલો ૨૬મી નવેમ્બરે  દિલ્હી આહ્વાન કરતાં લાખો ખેડૂતો પંજાબ અને હરિયાણામાંથી પોતાના ટ્રેક્ટર સાથે દિલ્હી જવાનો રસ્તો પકડ્યો છે. તો દિલ્હી પોલીસ અને હરિયાણા પોલીસે ખેડૂત રેલી રોકવા પોતાના રાજ્યની બોર્ડર પર પોલીસનો મોટો  કાફલો ખડકી દીધો છે.  અંબાલામા રેલી રોકવા વોટર કેનન દ્વારા પાણીનો મારો કર્યો પરંતુ ખેડૂતો આગળ વધી રહ્યા છે… અને રેલીએ લેવાનું રૂપ ધારણ કર્યું છે. ત્યારે દિલ્હી પહોંચવા ખેડૂતો નવી રીત અપનાવી છે. દિલ્હીમાં બોર્ડર પરની મેટ્રો ટ્રેઈનો તેમજ કેટલાક ખાસ વિસ્તારોની ટ્રાન્સપોર્ટ સેવા અટકાવી દેવી પડી છે. બીજી તરફ ઈવીએમ મશીન સામે બિહારના વકીલોએ આંદોલન શરૂ કર્યું છે અને દિલ્હી ખાતે ૨૬ નવેમ્બરે ઉમટી વિરોધ પ્રદર્શનમાં જોડાવા વકીલોને હાકલ કરી છે…… ટૂંકમાં દિલ્હી સમરાંગણમાં ફેરવાશે કે શું…..? તેવો ડર દિલ્હીની પ્રજામાં ફરી વળ્યો છે……!

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here