દત્ત જયંતિના પવિત્ર પ્રસંગે મા અંબાજીની મહાપૂજા અને દત્ત યજ્ઞમાં ત્રણ હજારથી વધુ શ્રધ્ધાળુઓ દર્શનનો લાભ લીધો

0
55
Share
Share

જૂનાગઢ, તા.૩૦

પવિત્ર યાત્રાધામ ગિરનાર પર્વત પર બિરાજમાન મા અંબાજીની શક્તિપીઠ ખાતે માગશર સુદ પૂર્ણિમા ના દિવસે દત્ત જયંતિની ઉજવણીના પવિત્ર પ્રસંગે મા અંબાની મહાપૂજા તથા જીર્ણોધ્ધાર કરવામાં આવેલી નૂતન યજ્ઞશાળામાં દત્ત યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસદ સભ્ય રાજેશ ચુડાસમા, જૂનાગઢ ના મેયર ધીરુભાઈ ગોહેલ, ગીરીશભાઈ કોટેચા અને અન્ય  ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો.

આ અંગે વિગત આપતાં મહંત મોટા પીર બાવા પૂ.તનસુખગીરીજી મહારાજ અને મહંત નાના પીર બાવા પૂ.ગણપતગીરીજી મહારાજ જણાવે છે કે આ પવિત્ર સ્થળે યોજાયેલા યજ્ઞ પ્રસંગે ત્રણ હજારથી વધુ શ્રધ્ધાળુઓ એ દર્શનનો લાભ લીધો હતો જેમાં કેટલાક શ્રધ્ધાળુઓ પગથિયાં મારફતે પણ દર્શન માટે પોહચયા હતાં. આ ધાર્મિક અનુષ્ઠાનનો પ્રસાદ માન.વડાપ્રધાન  નરેન્દ્ર મોદીને આશીર્વાદ સ્વરુપે મોકલવામાં આવ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here