દગાબાજ ચીને ભારતને ચારેય તરફથી ભીસમા લીધું છે છતાં નેતાઓનુ મૌન શા માટે…..?

0
10
Share
Share

વિશ્વભરમા કોરોનાનો આક એક કરોડ ૨ લાખ ૫૦ હજારે પહોંચવા પર છે અને મૃતાક ૫૦૪૦૦૧ થી આગળ વધી રહ્યો છે.  ભારતમાં કોરોના સંક્રમિતોનો આંક ૫. ૫૦ લાખને આંબવા પર છે અને મૃતાક ૧૬,૫૦૦ થી આગળ વધી રહ્યો છે… ત્યારે સમગ્ર વિશ્વને કોરોનાની ભેટ આપનાર ચીનને પણ કોરોના ભરખી જશે તેવી પરિસ્થિતી બની ગઈ છે….! કોરોનાને કારણે ચીનના ૪૦ ટકા જેટલા વૈશ્વિક પ્રોજેક્ટ અટવાઈ પડ્યા છે. વિશ્વના કેટલાક દેશોએ જીન પિગના મહત્વકાંક્ષી  પ્રોજેક્ટ બેલ્ટ એન્ડ રોડ શરૂ કરવા નનૈયો ભણી દીધો છે તો અનેક દેશોએ તેનો માલ સામાન ઉપાડવાનુ બંધ કરી દેતા  ચીનના અર્થતંત્રને પણ ભારે ફટકો પડવાની શરૂઆત થઈ ગઈ છે…..! છતાં દગાખોર ચીનન તેની વિસ્તારવાદી નીતિને આવા સમયેમાજ વધારવાના ખેલ શરૂ કરી  કરી દીધા છે. અને તેનું કારણ છે વિશ્વની મહાસત્તાઓ સહિત મોટા ભાગના દેશો  અત્યારના સમયમાં કોરોનાને નાથવામા ગૂંચવાયેલી છે. ત્યારે ચીને આ મહામારીનો ફાયદો ઉઠાવવા ભારતની સરહદોની ચારે તરફ  લશ્કર ખડૉ કરી દીધું છે  અને પેન્ગોગ સરોવરના કિનારા પાસે એરપોર્ટ, રોડ- રસ્તા બનાવી દીધા છે તો બંકરો પણ બનાવી દીધા છે…..! ગલવાનમાં ચીને જે ચોકી બનાવેલ તેને ભારતના લશ્કરે ઉખેડીને ફેંકી દીધી હતી ત્યાં તેને ફરી ચોકી બનાવવાની સાથે લશ્કરનો ખડકલો કરી દીધો છે. પાકિસ્તાન રસ્તે કાશ્મીર સરહદે પણ લશ્કર ખડકી દીધુ છે તો બાડમેર સામે આવેલ થરપારકરમાં કચ્છ થી ૨૦ કિલોમીટર દૂર એરપોર્ટ બનાવવાનું કામ યુદ્ધના ધોરણે ચાલુ કરી દીધું છે.  ચીનના કહ્યાગરા નેપાળે પણ સરહદે સૈનિકોનો ખડકલો કરી દીધો છે.  બાંગ્લાદેશ અને શ્રીલંકાને  સમજાવવા ચીનના પ્રયત્નો ચાલુ છે… જોકે આ બંને દેશમાંથી કોઈ તૈયાર થાય તેમ નથી. ટૂંકમાં ભારતને ચારેબાજુથી ઘેરવા માટેની દુષ્ટ ચીને કોઇ મણા બાકી રાખી નથી. આ બાજુ ભારતે પણ એન્ટિક મિસાઈલ સહિતની એર ડિફેન્સ સિસ્ટમનુ   વ્યુહ બધ્ધ આયોજન કરવા સાથે લશ્કરનો ખડકલો કાશ્મિર,ગલવાન,પેન્ગોગ સહિતના જરૂરી તમામ સરહદી વિસ્તારોમાં ગોઠવી દીધો છે.  તો જાપાન સાથે નૌકાદળની કવાયત યોજીને ચીનને શાનમાં સમજાવવા કોશિશ કરી છે. ત્યારે મિત્ર દેશ અમેરિકાએ ચીનને દબાવવા એશિયામા મોટા પાયે લશ્કર ઉતારી દીધું છે. તો આસિયાન દેશો ચીનની દાદાગીરી થી નારાજ કે અને આશિયાન દેશોના ભારત સાથે ગાઢ સંબંધ છે. ત્યાં તેનો ગજ વાગતો નથી. તો હોગકોગ અને તાઈવાનને પણ સાણસામા લેવા તમામ પ્રયત્નો કરી રહ્યું છે પરંતુ તાઇવાન સાથે ની જૂની પછડાટને લઈને તે ચીનનો વિશ્વાસ કરતું નથી…..!

ભારતે ચીન પોતાની સરહદમાં ઘૂસ્યુ નથી કહીને વિશ્વભરમાં બદનામી વહોરી લીધી છે…..! વિશ્વના દેશો મોદીજી ઉપર મોટો વિશ્વાસ રાખે છે  અને તેમણે સર્વપક્ષીય બેઠકમાં કહ્યું હતું કે ચીન ભારતની સરહદમાં પ્રવેશ્યું નથી…. ત્યારે બીજી તરફ વિશ્વના મીડિયામાં સેટેલાઇટ ઇમેજ બતાવવા સાથે ભારતીય સીમામાં ચીની લશ્કર ઘૂસી ગયાના અને  લશ્કરી હાથાપાઈમા ભારતના ૨૦ જવાનોના  મૃત્યુના સમાચાર પ્રસારીત થતા રહ્યા હતા. જે કારણે વિશ્વના અનેક દેશો કે  ભારત પર આશા અને વિશ્વાસ રાખી રહ્યા છે. તે દેશોને મોટો આંચકો લાગ્યો હતો. તો ભારત ભરમા લોકોને પણ ભારે આઘાત લાગ્યો છે લોકો સવાલ કરે છે કે મોદીજી કે અમિત શાહ  કે કેન્દ્રીય નેતાઓ સરહદે આવું બધું બનવા છતાં ચીન વિરૂધ્ધ બોલતા કેમ નથી….? જ્યારે કે વિશ્વ સ્તરે ભારતની સરહદે ચીને કરેલ  લશ્કરી જમાવડો,આપણા ૨૦ જવાનોની હત્યા બાબતોને ગજાવવાની જરૂર હતી….. છતાં કેન્દ્રીય નેતાઓ કે વડાપ્રધાનશ્રી મૌન કેમ છે…..?ચીને કરેલ સરહદી દખલ અંગેની હકીકતો ન બોલવાનું કારણ શું……? એટલે ભારતભરમાં ચીન સામે આક્રોશ તો ફેલાયેલોજ છે્‌… પરંતુ હવે કેન્દ્ર સરકાર સામે પણ આક્રોશ સાથે શંકા-કુશંકાઓ વ્યક્ત કરવા લાગ્યા છે……!!  મોદીજીએ હવે સ્પષ્ટ રીતે સત્ય વિગતો આમ પ્રજા સામે જાહેર કરવી જરૂરી છે…. તો આ સમયમા પક્ષાપક્ષીનું રાજકારણ સાથે એકબીજા  પક્ષો પર આક્ષેપબાજી પણ બંધ કરવી જોઈએ તેવું આમ પ્રજા ઈચ્છી રહી છે….. હવે સમગ્ર બાબત વડાપ્રધાનશ્રી હાથમાં છે….. ચીનને જવાબ આપવાની અને ભારતને પ્રજાનો વિશ્વાસ પૂનઃ સ્થાપિત કરવાની….. નિર્ણય તેઓશ્રીએ જ કરવાનો છે……!?

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here