પુડ્ડચેરીમાં કોંગ્રેસ પાર્ટીનુ પતન થયા બાદ કોંગ્રેસ પાર્ટીના હાથમાંથી એક પછી એક રાજ્ય નિકળી જવાનો સિલસિલો જારી રહ્યો છે. હવે દક્ષિણ ભારતમાંથી કોંગ્રેસના સુપડા સાફ થઇ ગયા છે. કોંગ્રેસ પાર્ટીના સતત ઘટી રહેલા ગ્રાફના કારણે કોંગ્રેસને ગંભીર રીતે આત્મમંથન કરવાની જરૂર દેખાઇ રહી છે. કોંગ્રેસ પાર્ટીના સુપડા સાફ થવા માટે વિવિધ પરિબળ જવાબદાર દેખાઇ રહ્યા છે. કોંગ્રેસના ટોપ નેતાઓ હજુ પણ ગંભીર દેખાઇ રહ્યા નથી. હવે ખુબ ઓછા ગણતરીના રાજ્યો છે જ્યાં કોંગ્રેસ પાર્ટી સત્તામાં રહી છે. દક્ષિણ ભારતના એકમાત્ર કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં સોમવારના દિવસે કોંગ્રેસની સરકારનુ પતન થઇ ગયુ હતુ. આની સાથે જ કોંગ્રેસે દક્ષિણ ભારતમાં કર્ણાટક બાદ વધુ એક રાજ્ય ગુમાવી દેતા તેની હાલત ખરાબ થઇ રહી છે. કોઇ સમય કોંગ્રેસના મજબુત ગઢ તરીકે દક્ષિણ ભારતના રાજ્યો ગણવામાં આવતા હતા. હવે દક્ષિણ ભારતના તમામ રાજ્યોમાંથી કોંગ્રેસ સત્તા પક્ષ પરથી દુર થઇ ચુકી છે. પુડ્ડુચેરીમાં કોંગ્રેસ નેતા વી. નારાયણસામીની સરકાર વિધાનસભામાં બહુમતિ સાબિત કરવામાં ફ્લોપ રહી છે. આની સાથે જ તેની સરકારનુ પતન થઇ ગયુ છે. મતદાન પહેલા જ કોંગ્રેસ અને ડીએમકેના સભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. ત્યારબાદ વિધાનસભાના અધ્યક્ષે જાહેરાત કરી હતી કે સરકાર બહુમતી સાબિત કરવામાં નિષ્ફળ રહી છે. ત્યારબાદ મુખ્યપ્રધાન નારાયણસામી રાજભવન ખાતે પહોંચ્યા હતા. અને નાયબ રાજ્યપાલ તમિળસાઇ સુન્દરરાજનને તેમનુ અને તેમના પ્રધાનમંડળનુ રાજીનામુ આપી દીધુ હતુ. ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવ્યા બાદ દેશમાં કોંગ્રેસની હાલત સતત ખરાબ થઇ રહીછે. તેના હાથમાંથી એક પછી એક રાજ્ય નિકળી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી આજે પંજાબ, રાજસ્થાન, છત્તિસગઢ, મહારાષ્ટ્ર અને ઝારખંડને બાદ કરતા મોટા ભાગના રાજ્યોમાંથી સત્તામાંથી દુર થઇ ચુકી છે. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં કોંગ્રેસપાર્ટી ભલે સત્તામાં છે પરંતુ અહીં તેની ભૂમિકા ક્રમશ નંબર ત્રણ અને નંબર બેની છે. અત્રે નોંધનીય છે કે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં કોંગ્રેસે ગઠબંધન કરીને સરકાર બનાવી છે. આ વર્ષે પાંચ રાજ્યો બંગાળ, તમિળનાડુ, કેરળ, આસામ અને પુડ્ડુચેરીમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. આ રાજ્યોમાં જીત હાંસલ કરવાની બાબત તેના માટે ખુબ મુશ્કેલ છે. પશ્ચિમ બંગાળમાં આ વખતે મુખ્ય લડાઇ ભાજપ અને તૃણમુળ કોંગ્રેસ વચ્ચે દેખાઇ રહી છે. અહીં પાર્ટી લેફ્ટ સાથે ગઠબંધન કરીને આગળ વધી રહી છે. જ્યારે તમિળનાડુમાં તે ડીએમકેની સાથે મળીને સત્તામાં આવવા માટેના પ્રયાસ કરી શકે છે. કેરળમાં પાર્ટી એલડીઅફ સાથે મુખ્ય તરીકે સ્પર્ધામાં છે. આસામમાં ભાજપની સરકાર હાલમાં રહેલીછે. અહીં કોંગ્રેસની સીધી ટક્કર ભારતીય જનતા પાર્ટી સાથે છે. કોગ્રેસ પાર્ટી માટે પડકારરૂપ સ્થિતી છે. આના માટે કેટલાક કારણ પૈકી એક કારણ ટોપ લીડરશીપ છે. તે ખુબ ગંભીર દેખાતી નથી. ટોપ લીડરો દરેક રાજ્યોમાં પાર્ટીની સ્થિતીને મજબુત કરવા માટે ગંભીર દેખાઇ રહ્યા નથી. મહેનત કરી રહ્યા નથી. પંજાની પક્કડમાંથી પુડ્ડુચેરી નિકળી જતા કોંગ્રેસ પાર્ટીને આત્મમંથન કરવાની જરૂર દેખાઇરહી છે. તમામ રાજ્યોમાં કોંગ્રેસના ટોપ નેતાઓ અસંતુષ્ટ દેખાઇ રહ્યા છે. કોંગ્રેસની નેતા અન્ય પાર્ટીમાં જઇ રહ્યા છે. પાર્ટીમાં હતાશા પ્રવર્તી રહી છે. ગુજરાતમાં હાલમાં આ હાલત જોવા મળી ચુકી છે. બંગાળમાં પણ તેની હાલત વધારે સારી નથી. છેલ્લે બિહારમાં કોંગ્રેસ પાર્ટીનો દેખાવ ખરાબ રહ્યો હતો. તેની કારમી હાર થઇ હતી. રાજસ્થાનમાં પણ કોંગ્રેસ સરકાર સામે અનેક પ્રકારના પડકારો છે. કોંગ્રેસી ધારાસભ્યો નારાજ દેખાઇ રહ્યા છે. મુખ્યપ્રધાન અશોક ગહેલાત દબાણ હેઠળ કામ કરી રહ્યા છે. કોંગ્રેસના વરિષ્ટ નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી સહિતના તમામ ટોપ નેતાઓને વારંવાર અને સતત બેઠકો યોજીને રચનાત્મક ઇરાદા સાથે લોકોની વચ્ચે જવાની જરૂર દેખાઇ રહી છે. લોકોમાં ફરી કોંગ્રેસને લઇને આત્મવિશ્વાસ વધારી દેવાની જરૂર છે. કોંગ્રેસના પંજાને મજબુત રીતે દેશમાં ફરી સજીવન અને મજબુત કરવાની જરૂર ેદેખાઇ રહી છે.