દક્ષિણ ગુજરાતમાં કિસાન અંદોલન માટે મળી બેઠકઃ તમામ ખેડૂતોને જોડાવવા હાકલ

0
24
Share
Share

કામરેજ,તા.૨૦

કિશાન બિલ વિરૂદ્ધ હાલમાં ખેડૂતો દ્વારા જે આંદોલન થઇ રહ્યું છે. તેને આશરે ૮૫ દિવસ થયા હોવા છતા કોઇ નિરાકરણ આવેલ નથી. આવા સંજોગોમાં દક્ષિણ ગુજરાતનાં ખેડૂત આગેવાન કે. કે. પટેલે ખેડૂત આગેવાનોની મિટીંગનું આયોજન કામરેજમાં કરાયું હતું, જેમાં કિશાન વિરોધી કાળો કાયદો રદ કરવા માટે સમગ્ર ગુજરાતમાંથી તમામ ખેડૂતોને જોડાવવા હાકલ કરવામાં આવી હતી. ભારતીય કિશાન યુનિયનના નેતા રાકેશ ટિકૈટ ટૂંક સમયમાં સુરતની મુલાકાત લેશે. હાલમાં પેટો્‌લ ડીઝલ ગેસનાં ભાવ ભડકે બળી રહ્યા છે.

ત્યારે કોઇ રાજકિય પક્ષનેે ભલે તે શાસક પક્ષ હોય કે વિરોધ પક્ષ હોય કોઇને પ્રજાની પરવાહ નથી, અને પ્રજા અસહ્ય મોંઘવારી સામે ઝઝુમી રહી છે. જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી છે ત્યારે તમામ ખેડૂતો અને તેમનો પરિવાર આવા તકસાધુ પક્ષોને રામરામ કરે તે જરૂરી છે.ખેડૂત આંદોલન વધુને વધુ મજબુત બની રહ્યું છે. ખેડૂત આંદોલનને વધુ મજબુત બનાવવા ભારતીય કિશાન યુનિયનનાં અધ્યક્ષ રાકેશ ટિકૈટ ટુંક સમયમાં ગુજરાતની મુલાકાત લઇ સમગ્ર આંદોલનને વધારે મજબુત બનાવશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here