દંપતીના ૫૦ હજાર પરત કરી લુણાવાડાખાતેના એક ટ્રાફિક પીએસઆઇએ માનવતા મહેંકાવી

0
33
Share
Share

રાજપીપળા,તા.૩૦

વર્તમાન સમયમાં લોકો પાઇ પાઇ ભેગી કરે છે તો પણ લખપતિ બની શકતા નથી. અને આવામાં કોઇને રસ્તામાંથી હજારો રૂપિયા મળે તો ખુશ થઇ જાય છે. પરંતુ મહીસાગર જિલ્લા મથક લુણાવાડાખાતે એક ટ્રાફિક પીએસઆઇએ માનવતાભર્યું કામ કર્યું છે અને દંપતીના પડી ગયેલા ૫૦,૦૦૦ રૂપિયા પરત આપ્યા છે. મહીસાગર જિલ્લા મથક લુણાવાડાખાતે ટ્રાફિક પીએસઆઇની સતર્કતાના પગલે લગ્ન પ્રસંગની ખરીદી માટે નીકળેલા ભોજા ગામના દંપતીના પડી ગયેલા પચાસ હજાર પરત મળતા દંપતીએ આભારની લાગણી સાથે કર્તવ્યનિષ્ઠાને બિરદાવી હતી. લુણાવાડા પાસેના ભોજા ગામના વિનુભાઈ બારીયા પત્ની સાથે લગ્ન પ્રસંગની ખરીદી માટે બજારમાં આવતા કોટેજ પાસે પૈસા ભરેલું પર્સ પડી ગયું હતું.

ટ્રાફિક પીએસઆઈ પી.એસ.ખાંટ લુણાવાડા કોટેજ ચાર રસ્તા પાસે વાહન ચેકીંગમાં હતા તે દરમિયાન પૈસા ભરેલું પર્સ મળ્યું હતું. ટ્રાફિક પીએસઆઈ પી.એસ.ખાંટએ કર્તવ્ય નિષ્ઠ સતર્કતાના પગલે લગ્ન પ્રસંગની ખરીદી માટે નીકળેલા ભોજા ગામના દંપતીના પડી ગયેલા પચાસ હજાર પરત મળતા આભારની લાગણી સાથે કર્તવ્યનિષ્ઠાને બિરદાવી હતી. મહીસાગર પોલીસની આ ઉદાહરણરૂપ કામગીરીના પગલે પોતાના પરસેવાની કમાણીના પૈસા પરત મળતા દંપતીએ ઁજીૈં સહિત પોલીસનો આભાર માન્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here