થોડી રાહતઃ ૨૩ દિવસથી વધતા પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા પર બ્રેક

0
15
Share
Share

ન્યુ દિલ્હી,તા.૩૦

પેટ્રોલ ડીઝલના ભાવમાં છેલ્લા ૨૩ દિવસથી વધારો થઈ રહ્યો હતો. ત્યારે આજે ૨૪માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી. સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ મંગળવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો ન કરવાનું નક્કી કર્યું છે. સોમવારે પેટ્રોલ ૫ પૈસા પ્રતિ લિટર અને ડીઝલ ૧૩ પૈસા પ્રતિ લિટર મોંઘું થયું હતું. આજે પેટ્રોલના ભાવ ૮૦.૪૩ રૂપિયા અને ડીઝલના ભાવ ૮૦.૫૩ રૂપિયા પ્રતિ લિટરે સ્થિર રહ્યા છે.

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે દુનિયા અને દેશની અર્થવ્યવસ્થા હાલના સમયમાં એક ચેલેન્જના સમયમાંથી પસાર થઈ રહી છે. કોરોના વૈશ્વિક મહામારીના કારણે દુનિયામાં તેલ અને ગેસ ઈન્ડસ્ટ્રીની માંગ સાથે વિચિત્ર સંકટમાંથી પસાર થઈ રહી છે. લૉકડાઉનના કારણે એપ્રિલ અને મે મહિનામાં પેટ્રોલ અને ડીઝલની માંગમાં લગભગ ૭૦ ટકા ઘટાડો થયો છે. જૂનમાં આર્થિક ફેરફાર વધવાની સાથે માંગ વધી રહી છે.

આ સાથે તેઓએ કહ્યું કે છેલ્લા થોડા દિવસથી જે ભાવવધારો કરાયો છે તેની વધુ અસર સામાન્ય વ્યક્તિઓ પર પડી નથી. તેઓએ કહ્યું કે જ્યારે ઘર પરિવારમાં સંકટ આવે છે તો વ્યક્તિ હિંમતથી આર્થિક સંસાધનો ગોઠવે છે. ભવિષ્યની ચેલેન્જ સામે લડવાની તૈયારી પણ કરે છે. તેલની કિંમતોમાં વધારો આ રીતે જોવામાં આવી રહ્યો છે. જ્યારે આંતરરાષ્ટ્રિય સ્તરે કાચા તેલના ભાવ સ્થિર થશે ત્યારે પેટ્રોલિયમ કંપનીની કિંમતો પણ સ્થિર થશે.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here