થાક-શરીરમાં કળતરની ફરિયાદ બાદ અમિત શાહ એમ્સમાં દાખલ

0
17
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૮

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને નવી દિલ્હી સ્થિત એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. ડૉક્ટરોની એક ટીમ તેમની પર નજર રાખી રહી છે. તાજેતરમાં જ અમિત શાહે કોરોના સામે જીત મેળવી છે. જ્યાં ડૉક્ટર રણદીપ ગુલેરિયાની અધ્યક્ષતામાં ડૉક્ટર્સની ટીમ તેમની પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી છે.

ગૃહ મંત્રી અમિત શાહને મોડી રાતે લગભગ ૨ વાગે એઈમ્સમાં દાખલ કરવામા આવ્યા છે. તેમને જૂના પ્રાઈવેટ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. એઈમ્સ ડાયરેક્ટર ડૉક્ટર રણદીપ ગુલેરિયાની અધ્યક્ષતામાં એક ટીમ તેમની સારસંભાળમાં લાગેલી છે. તેમને સામાન્ય તાવ હતો. જે બાદ જ તેમને એઈમ્સમાં એડમિડ કરવામાં આવ્યો છે.

૧૪ ઓગસ્ટે જ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. અમિત શાહ કોરોના નેગેટીવ હોવાની જાણકારી ખુદ ટ્‌વીટ કરીને આપી હતી. જે બાદ તેમને મેદાંતા હોસ્પિટલમાંથી રજા મળી ગઈ હતી અને તેમને હોમ આઈસોલેશનમાં રહેવાની સલાહ આપવામાં આવી હતી. કાલે રાતે તેમને સામાન્ય તાવ હતો. જે બાદ તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે.

અમિત શાહ મેદાંતા હોસ્પિટલમાં કોરોના પોઝિટીવ થયા બાદ ૨ ઓગસ્ટે દાખલ થયા હતા. શાહને કોરોના પોઝિટીવ આવ્યા બાદ સામાન્ય લોકોથી લઈને મોટી હસ્તીઓએ તેમના સાજા થવાની પ્રાર્થના કરી હતી. ૧૨ દિવસ બાદ એટલે કે ૧૪ ઓગસ્ટે અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here