ત્રીજી ટેસ્ટ : વિન્ડીઝની હાર નક્કી

0
16
Share
Share

માનચેસ્ટર,તા. ૨૭

માનચેસ્ટર ઓલ્ડટ્રેફર્ડ ખાતે રમાઇ રહેલી ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં યજમાન ઇંગ્લેન્ડે આજે ત્રીજા દિવસની રમત બંધ રહી ત્યારે તેની સ્થિતી અતિ મજબુત બનાવી લીધી હતી. કારણ કે હવે પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝને જીત મેળવી લેવા માટે ૩૮૯ રનની જરૂર છે અને તેની માત્ર આઠ વિકેટ હાથમાં છે. ટેસ્ટ મેચમાં જીત મેળવવા માટે ઇંગ્લેન્ડે વેસ્ટ ઇન્ડિઝ સામે ૩૯૯ રનનો લક્ષ્યાંક મુક્યા બાદ વેસ્ટ ઇન્ડિઝે કંગાળ શરૂઆત બીજા   દાવમા કરી હતી. ત્રીજા દિવસની રમત બંધ રાખવામાં આવી ત્યારે વેસ્ટ ઇન્ડિઝે ૩૯૯ રનના લક્ષ્યાંકનો પીછો કરતા હે વિકેટ ગુમાવીને માત્ર ૧૦ રન કર્યા હતા. રમત બંધ રહીત્યારે હોપ ચાર અને બ્રેથવેટ બે રન સાથે રમતમાં હતા. અગાઉ યજમાન ઇંગ્લેન્ડે ધારણા પ્રમાણે જ જોરદાર બેટિગ બીજા દાવમાં કરી હતી. જેથી તેની સ્થિતી હવે ખુબ મજબુત બની ગઇ હતી. બ્રોડે ઇંગ્લેન્ડની સ્થિતીને મજબુત કરવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી હતી. સ્ટુઅર્ટ બ્રોડે છ વિકેટ ઝડપી જોરદાર તરખાટ મચાવ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝની ટીમ ઇંગ્લેન્ડના પ્રથમ દાવમાં ૩૬૯ રનના જવાબમાં ૧૯૭ રન કરીને આઉટ થઇ ગઇ હતી. ત્યારબાદ જંગી લીડ મેળવ્યા બાદ ઇંગ્લેન્ડે બીજા દાવમાં બે વિકેટો ૨૨૬ રન કરીને દાવ ડિકલેર કર્યો હતો. આની સાથે જ વેસ્ટ ઇન્ડીઝને કુલ ૩૯૯ રનની જરૂર હતી. બીજા દાવમાં તેના ૧૦ રન થયા છે અને બે વિકેટ પડી ગઇ છે. બ્રોડે તરખાટ મચાવીને ૩૧ રનમાં છ વિકેટ ઝડપી હતી. કેપ્ટન હોલ્ડરે ૧૯૭ રન કર્યા હતા. ઇંગ્લેન્ડે બીજા દાવમાં બે વિકેટે ૨૨૬ રન કર્યા હતા. જેમાં બર્ન્સે૯૦  રન કર્યા હતા. કેપ્ટન રૂટ ૬૮ રન કરીને અણનમ રહ્યો હતો. આ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડની જીત હવે નિશ્ચિત બની છે. માત્ર ઔપચારિકતા બાકી રહી છે. ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં ટોસ જીતીને વેસ્ટ ઇન્ડીઝે પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઇંગ્લેન્ડે શરૂઆતમાં તેની ઝડપથી વિકેટો ગુમાવી હતી. તમામ ક્રિકેટ ચાહકો સારી રીતે જાણે છે કે બેન સ્ટોક્સે વેસ્ટ ઇન્ડિઝ સામે બીજી ટેસ્ટમાં જોરદાર દેખાવ કર્યો હતો. બેન સ્ટોક્સે પ્રથમ ઇનિગ્સમાં ૧૭૬ રન અને બીજી ઇનિગ્સમાં અણનમ ૭૮ રન બનાવ્યા હતા. આની સાથે જ ઇંગ્લેન્ડે વેસ્ટ ઇન્ડિઝ પર બીજી ટેસ્ટમાં ૧૧૩ રને જીત મેળવી હતી. આની સાથે જ ટેસ્ટ શ્રેણીમાં ૧-૧ની બરોબરી કરી હતી. તેના શાનદાર દેખાવના કારણે જ બેન સ્ટોક્સ હાલમાં જ જારી કરવામાં આવેલી રેન્કિંગમાં પ્રથમ સ્થાન હાંસલ કરવામાં સફળતા મેળવી  હતી.  વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરને પાછળ છોડીને રેન્કિંગમાં બેન સ્ટોક્સ ઓલરાઉન્ડરની યાદીમાં પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. આ ટેસ્ટ શ્રેણીમાં પ્રથમ ટેસ્ટ વેસ્ટ ઇન્ડિઝે જીતી હતી. જ્યારે બીજી ટેસ્ટમાં યજમાન ઇંગ્લેન્ડે જીત મેળવી હતી.આવી સ્થિતીમાં આ નિર્ણાયક ટેસ્ટ કોણ જીતશે અને વિઝડન ટ્રોફી કોણ જાળવશે તેને લઇને ક્રિકેટ ચાહકોમાં જોરદાર ચર્ચા છે.  આ શ્રેણી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિનશીપ હેઠળ રમાઇ રહી છે. પ્રથમ ટેસ્ટ મેચ  જીત સાથે વેસ્ટ ઇન્ડિઝને ૪૦ પોઇન્ટ મળ્યા હતા. તેનુ ખાતુ ખોલાયુ હતુ. કોરોના વાયરસની સ્થિતીના કારણે વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં મેદાનમાં આવવા માટે કોઇને મંજુરી આપવામાં આવી રહી નથી.  દુનિયાના ૨૧૩ દેશોમાં ભારે હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસના કારણે લાખો લોકોના મોત થઇ ગયા છે .એક કરોડથી વધારે કેસો થયા છે. ઇંગ્લેન્ડમાં પણ કેસોની સંખ્યા ખુબ મોટી છે. આવી ખતરનાક સ્થિતી વચ્ચે પણ ઇગ્લેન્ડના ક્રિકેટ બોર્ડના આયોજક ખુબ સાહસ સાથે અને તમામ સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમો સાથે આ ટેસ્ટ શ્રેણી યોજવા માટે તૈયાર થયા બાદ દુનિયાભરમાં તેમના સાહસની પ્રશંસા થઇ રહી છે.  પ્રથમ ટેસ્ટ મેચનુ કોરોના કાળમાં સફળ આયોજન કરવામાં આવ્યા બાદ ઇગ્લેન્ડ ક્રિકેટ બોર્ડની ચારેબાજુ પ્રશંસા થઇ રહી છે.

સ્ટુઅર્ટ બ્રોડનો તરખાટ

માનચેસ્ટર ટેસ્ટમાં ઇંગ્લેન્ડ તરફથી સ્ટુઅર્ટ બ્રોડે જોરદાર તરખાટ મચાવ્યો હતો. તેની શાનદાર બોલિંગ નીચે મુજબ રહી હતી.

ઓવર  ૧૪

મેઇડન ૪

રન     ૩૧

વિકેટ   ૦૬

ઇકોનોમી       ૧.૭૫

રોમાંચની સાથે સાથે

માનચેસ્ટર ઓલ્ડટ્રેફર્ડ ખાતે રમાઇ રહેલી ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં યજમાન ઇંગ્લેન્ડે આજે ત્રીજા દિવસની રમત બંધ રહી ત્યારે તેની સ્થિતી અતિ મજબુત બનાવી લીધી હતી. કારણ કે હવે પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝને જીત મેળવી લેવા માટે ૩૮૯ રનની જરૂર છે. ત્રીજા દિવસની રમતની સાથે સાથે નીચે મુજબ છે.

પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝને જીત મેળવી લેવા માટે ૩૮૯ રનની જરૂર છે અને તેની માત્ર આઠ વિકેટ હાથમાં છે.

ટેસ્ટ મેચમાં જીત મેળવવા માટે ઇંગ્લેન્ડે વેસ્ટ ઇન્ડિઝ સામે ૩૯૯ રનનો લક્ષ્યાંક મુક્યા બાદ વેસ્ટ ઇન્ડિઝે કંગાળ શરૂઆત બીજા   દાવમા કરી હતી.

ત્રીજા દિવસની રમત બંધ રાખવામાં આવી ત્યારે વેસ્ટ ઇન્ડિઝે ૩૯૯ રનના લક્ષ્યાંકનો પીછો કરતા હે વિકેટ ગુમાવીને માત્ર ૧૦ રન કર્યા હતા.

રમત બંધ રહીત્યારે હોપ ચાર અને બ્રેથવેટ બે રન સાથે રમતમાં હતા.

બ્રોડે ઇંગ્લેન્ડની સ્થિતીને મજબુત કરવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી હતી. સ્ટુઅર્ટ બ્રોડે છ વિકેટ ઝડપી જોરદાર તરખાટ મચાવ્યો હતો.

જંગી લીડ મેળવ્યા બાદ ઇંગ્લેન્ડે બીજા દાવમાં બે વિકેટો ૨૨૬ રન કરીને દાવ ડિકલેર કર્યો હતો. આની સાથે જ વેસ્ટ ઇન્ડીઝને કુલ ૩૯૯ રનની જરૂર હતી.

વર્તમાન ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણીમાં બંને ટીમો એક એક મેચ જીતી ચુકી છે

કઠોર પ્રોટોકોળ હેઠળ શ્રેણી રમાઇ રહી છે

કઠોર પ્રોટોકોલ હેઠળ મેદાન પર કોઇ ચાહકને આવવા માટેની મંજુરી આપવામાં આવી નથી

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here