ત્રાસવાદ સામે આધુનિક રીત જરૂરી

0
18
Share
Share

ભારતમાં ત્રાસવાદની સમસ્યા ખુબ જુની છે. આ સમસ્યાને ઉકેલવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવા છતાં હજુ સુધી ત્રાસવાદની સમસ્યાને રોકી શક્યા નથી. ત્રાસવાદની કમરને તોડી નાંખવા માટે હજુ પણ વદુ આધુનિક રીતથી આગળ વધવાની જરૂર છે. અલબત્ત સરકાર છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં કેટલાક આક્રમક પગલા લઇને તેમને ભારે નુકસાન પહોંચાડી ચુકી  છે પરંતુ હજુ પણ વધારે આક્રમક અને બહુપાંખિય યોજના સાથે આગળ વધવાની જરૂર છે. સાથે સાથે આ દુષણને રોકવા માટે તમામ વિકલ્પો પર એક સાથે આગળ વધવાની જરૂર છે. જેમાં સર્જિકલ સ્ટ્રાઇકનો પણ સમાવેશ થાય છે. પાકિસ્તાન પેલે પાર ચાલી રહેલા કેમ્પોનો સફાયો કરવા માટે પણ ખાસ વ્યુહરચના ઘડવામાં આવી શકે છે. સાથે સાથે જમ્મુ કાશ્મીર સહિત કેટલાક રાજ્યોમાં કટ્ટરપંથીઓ વચ્ચે છુપાયેલા ખતરનાક ત્રાસવાદીઓને બહાર કાઢવા માટે અસરકારક નીતિ અમલી કરવી પડશે. ટેરર ફંડિગના મામલે એનઆઇએ દ્વારા આક્રમક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેની અસર હવે જોવા મળી રહી છે. કટ્ટરપંથીઓ પર હવે સકંજો મજબુત કરવામાં આવી રહ્યો છે. ત્રાસવાદી  દુષણ પર અંકુશ મુકવા માટે હવે એકસાથે તમામ વિકલ્પો પર કામ કરવાની જરૂર પડશે. ભારત અને દુનિયાભરમાં ફેલાઇ રહેલી ત્રાસવાદની જાળને માત્ર લાંબા લાંબા નિવેદન, સેમિનાર અને વિરોધ પ્રદર્શન કરીને કાપી શકાશે નહી. ત્રાસવાદ પર અંકુશ મુકવા માટે હવે હાલમાં અપનાવવામાં આવેલી નિતીને પણ બદલવી પડશે. આધુનિક તૈયારી કરવી પડશે. જરૂરી બજેટની ફાળવણી પણ કરવી પડશે. સાથે સાથે યુવાનો ત્રાસવાદી સંગઠનો તરફ પ્રેરિત કેમ થઇ રહ્યા છે તે બાબત પર પણ ધ્યાન આપવાની જરૂર છે. આ તમામ બાબતોને ધ્યાનમા લઇને જ સફળતા મેળવી શકાય છે. ઇન્ટરનેટના આ યુગમાં કોઇ પણ વિચારધારાનો ફેલો પેમ્પલેટ અથવા તો પોસ્ટરો મારફતે કરવામાં આવતો નથી. પત્રો મારફતે પણ તેનો ફેલાવો થતો નથી. ત્રાસવાદી સંગઠનો પણ હાઇટેક બની ચુક્યા છે. ત્રાસવાદી સંગઠનો વધુ પ્રમાણમાં સોશિયલ મિડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. આવી સ્થિતીમાં ખાસ કરીને સોશિયલ મિડિયા પર વધારે ધ્યાન આપવાની જરૂર છે. યુવાનો સોશિયલ મિડિયાનો ઉપયોગ સૌથી વધારે પ્રમાણમાં કરે છે. જેથી ખાસ નિષ્ણાંત ટીમ તેના પર નજર રાખે તે ખુબ જરૂરી છે. પાકિસ્તાન અને દુનિયાના અન્ય દેશોમાં સક્રિય રહેલા ત્રાસવાદી સંગઠનના લીડરો અને આકાઓ સોશિયલ મિડિયા મારફતે યુવાનોના સંપર્કમાં આવે છે અને  તેમની સાથે મિત્રતા કરે છે. ત્યારબાદ પોતાની તરફેણમાં કરવા માટે નવા નવા લાલચ આપવામાં આવે છે. આમાં યુવાનો ફસાઇ પણ જાય છે. આવી સ્થિતીમાં યુવાનોને આવી ગતિવિધીમાં સામેલ થવાથી રોકવા માટે ખાસ રણનિતી અને આધુનિક તરીકા અપનાવવાની જરૂર છે. આધુનિક સમયમાં સોશિયલ મિડિયા વિચારોની આપલે માટે સૌથી મોટા માધ્યમ તરીકે છે. જેથી ત્રાસવાદ પર અંકુશ મુકવા માટે તેના પર નિયંત્રણ મેળવી લેવા તરીકે શોધી કાઢવા પડશે. આના અનુરૂપ તૈયારી પણ કરી લેવી પડશે. આના માટે જરૂરી બજેટની ફાળવણી પણ કરવી પડશે. યુવાનો ત્રાસવાદ પ્રત્યે કેમ આકર્ષિત થઇ રહ્યા છે તેના તરફ પણ ધ્યાન આપવાની જરૂર છે. ત્રાસવાદને પરાજિત કરવાની જવાબદારી માત્ર સરકારની જ નહી બલ્કે સામાન્ય દરેક નાગરિકની પણ છે. સામાન્ય નાગરિકોને પણ પોતાની રીતે સુરક્ષા સંસ્થાઓની શક્ય તેટલી મદદ કરવી પડશે. પોતાની આસપાસ થઇ રહેલી ગતિવિધી પર સામાન્ય લોકો ધ્યાન રાખે તે જરૂરી છે. સાથે સાથે શંકાસ્પદ પ્રવૃતિ અંગે પોલીસને જાણ કરવામાં આવે તે પણ જરૂરી છે. કારણ કે ત્રાસવાદના કારણે જો કોઇ વ્યક્તિ પ્રભાવિત સૌથી વધારે થાય છે તો તે સામાન્ય લોકો જ છે. જેથી સામાન્ય લોકોને વધારે સાવધાન રહીને પોતાની આસપાસની ગતિવિધી પર નજર પણ રાખવી જોઇએ. પોલીસ અને સુરક્ષા સંસ્થાઓની આ રીતે મદદ કરી શકાય છે. સામાન્ય લોકો પણ વધારે સહકાર આપીને ત્રાસવાદી ગતિવિધીને રોકવામાં સક્રિય સુરક્ષા સંસ્થાઓને પુરતી મદદ કરે તે જરૂરી છે. કારણ કે સામાન્ય લોકોને જ વધારે સઘન કરવાનુ આવે છે. જ્યારે કોઇ હુમલો કરવામાં આવે છે ત્યારે નિર્દોષ લોકોના મોત જ સૌથી વધારે પ્રમાણમાં થાય છે. આવી સ્થિતીમાં સામાન્ય પ્રજા પણ તેમની આસપાસની ગતિવિધીની અવગણના કરવાના બદલે તેના પર નજર રાખે તે જરૂરી છે. ખાસ કરીને કોઇ પણ શંકાસ્પદ પ્રવૃતિ દેખાય તો ધ્યાન આપવાની જરૂર છે.

ત્રાસવાદીઓની ઘુસણખોરીને રોકવા માટે પણ પગલા વધારે કઠોર જરૂરી છે. દેશની અંદર ઘુસી ગયેલા ત્રાસવાદીઓને આશ્રય આપનાર લોકોને પણ શોધી કાઢવા માટે કોઇ નક્કર નિતી શોધી કાઢ વી જોઇએ. તમામ સ્તર પર પોતાના લોકો ગુપ્તરીતે માહિતી એકત્રિત કરી શકે તેવી વ્યવસ્થા કરી શકાય છે.

ત્રાસવાદ પર અંકુશ કઇ રીતે?

ભારતમાં ત્રાસવાદની સમસ્યા ખુબ જુની છે. આ સમસ્યાને ઉકેલવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવા છતાં હજુ સુધી ત્રાસવાદની સમસ્યાને રોકી શક્યા નથી. ત્રાસવાદની કમરને તોડી નાંખવા માટે હજુ પણ વદુ આધુનિક રીતથી આગળ વધવાની જરૂર છે. અલબત્ત સરકાર છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં કેટલાક આક્રમક પગલા લઇને તેમને ભારે નુકસાન પહોંચાડી ચુકી  છે પરંતુ હજુ પણ વધારે આક્રમક અને બહુપાંખિય યોજના સાથે આગળ વધવાની જરૂર છે. સાથે સાથે આ દુષણને રોકવા માટે તમામ વિકલ્પો પર એક સાથે આગળ વધવાની જરૂર છે. જેમાં સર્જિકલ સ્ટ્રાઇકનો પણ સમાવેશ થાય છે. પાકિસ્તાન પેલે પાર ચાલી રહેલા કેમ્પોનો સફાયો કરવા માટે પણ ખાસ વ્યુહરચના ઘડવામાં આવી શકે છે.

ત્રાસવાદ પર અંકુશ મુકવા માટે તમામ વિકલ્પનો એક સાથે ઉપયોગ જરૂરી છે

આધુનિક તૈયારી સાથે કઠોર નિતી અપનાવવી પડશે

પુરતા પ્રમાણમાં બજેટ, હથિયારોની ફાળવણી કરવી પડશે

ત્રાસવાદી સંગઠનો પ્રત્યે યુવાનો કેમ આકર્ષિત થઇ રહ્યા છે તેના તરફ ધ્યાન આપવાની જરૂર છે

સરકારની સાથે સાથે તમામ સામાન્ય લોકોને પણ પોતાની ફરજ અદા કરીને સુરક્ષા સંસ્થાઓની  મદદ કરવી જોઇએ

સામાન્ય લોકોને પોતાની આસપાસ થઇ રહેલી ગતિવિધી પર ખાસ નજર રાખવી જોઇએ

કોઇ શંકાસ્પદ ગતિવિધી પોતાની આસપાસ દેખાય તો પોલીસને જાણ કરવી જોઇએ

સોશિયલ મિડિયા પર ખાસ ધ્યાન જરૂરી છે

ટેટર ફંડિગ પર બ્રેક મુકવા માટે જુદા જુદા પગલા લેવાની તાકીદની જરૂર

ત્રાસવાદીઓના નેટવર્ક સુધી પહોંચવા માટે સતત માહિતીની આપ લે સુરક્ષા સંસ્થાઓ વચ્ચે થતી રહે તે પણ જરૂરી છે

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here