ત્રાસવાદી કેમ્પ-લોંચ પેડ ફરી સક્રિય

0
16
Share
Share

દેશના જુદા જુદા ભાગોમાં હજુ પણ ત્રાસવાદી મોડયુલ સક્રિય થયેલા છે. કોરોના સામે દેશ અને રાજ્યના લોકો લડી રહ્યાછે પરંતુ કટ્ટરપંથીઓ અને ત્રાસવાદીઓ માનવ જાતિને કોઇ પણ રીતે નુકસાન પહોંચાડવાની ગતિવિધીમાં લાગેલા છે. તક મળતા જ આ લોકો લાભ ઉઠાવે છે. દિવાળી પર્વ નજીક છે ત્યારે સાવધાની વધારે જરૂરી બની ગઇ છે. કારણ કે તહેવારનો લાભ ત્રાસવાદીઓ ઉઠાવી શકે છે. બીજી બાજુ પાકિસ્તાનમાં બેઠેલા તેમના આકાઓ તરફથી પણ ત્રાસવાદીઓને વારંવાર હુમલા કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યુ છે. આવી સ્થિતીમાં હુમલાનો ખતરો વધી રહ્યોછેસુરક્ષા દળોને કોરોના કાળમાં સાવધાની રાખવાની ચોક્કસપણે જરૂર છે.  વારંવાર આ પ્રકારના ત્રાસવાદી મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવે છે. તથ્યો પર નજર કરવામાં આવે તો તમિળનાડુ અને કેરળ જ નહીં બલ્કે સમગ્ર ભારતને લઇને એક દહેશતનુ ચિત્ર સપાટી પર આવી જાય છે. જે રીતે દેશના જુદા જુદા ભાગોમાં ત્રાસવાદી મોડ્યુલ  હાલમાં ઉભા થઇ રહ્યા છે  અને તેમની પાસે હથિયારો અને ખતરનાક સંશાધનો પહોંચી રહ્યા છે તે જોતા સ્થિતી વધારે પડકારરૂપ હોવાની બાબત સપાટી પર આવે છે. એનઆઇએ સામે જોરદાર પડકારો રહેલા છે. આ ત્રાસવાદી મોડ્યુલના ખતરનાક ઇરાદાઓને નિષ્ફળ કરવાની બાબત તપાસ સંસ્થા એનઆઇએ માટે સરળ નથી. તેમની પાસે વિચાર અને સંશાધનો સરળતાથી પહોંચી રહ્યા છે. કેરળ અને તમિળનાડુમાં એનઆઇએ દ્વારા આવા કેટલાક મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. વિતેલા વર્ષોમાં ઉત્તરપ્રદેશમાં પણ આવા મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. કેરળમાં આઇએસના એક મોડ્યુલનો પર્દાફાશ થયો હતો. ત્યાં મોડ્યુલના સભ્યોએ શ્રીલંકાના ત્રાસવાદી આદિલના પોસ્ટર શેયર કર્યા હતા. આદિલના ફેસબુક એકાઉન્ટનુ નામ ડીડ યુ નો રાખવામાં આવ્યુ હતુ. એજન્સીના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતુ કે શ્રીલંકા હુમલાના માસ્ટરમાઇન્ડ જહરાન હાસિમ કેરળ અને તમિળનાડુમાં આઇએસના સભ્યોની સાથે સીધી રીતે સંપર્કમાં રહેતો હતો. તે છેલ્લા ત્રણ વર્ષથી સોશિયલ મિડિયા મારફતે સંપર્કમાં હતો. રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઇએ દ્વારા હાલમાં તમિળનાડુ અને કેરવમાં દરોડા પાડ્યા હતા. આના કારણે જે વાસ્તવિક બાબત સપાટી પર આવી તે ચોંકાવનારી છે. છેલ્લા દિવસોમાં અંસારઉલ્લા સાથે જોડાયેલા જે ૧૪ લોકોને પકડીને સાઉદીથી ભારત લાવવામાં આવ્યા હતા તેમની સંડોવણી પણ રહેલી છે. સાઉદી અરેબિયાએ પાકી માહિતીના આધાર પર આ લોકોને શંકાસ્પદ ગણ્યા હતા. ત્યારબાદ તેમને ભારત મોકલી દેવામાં આવ્યા હતા. તેમની પુછપરછના આધાર પર પહેલા ૧૩મી જુલાઇ ૨૦૧૯ના દિવસે એનઆઇએ દ્વારા ચેન્નાઇ અને નાગાપટ્ટનમમાં ત્રણ સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા હતા. માહિતીને સમર્થન મળ્યા બાદ અંસારઉલ્લા સંગઠન અને તેની ગતિવિધીઓના સંબંધમાં દેશને માહિતી આપવામાં આવી હતી.  થોડાક શબ્દોમાં કહેવામાં આવે તો ભારતમાં કોઇ રાજ્યમાં સૌથી મોટા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એ ગાળા દરમિયાન ત્રાસવાદી હુમલાના કાવતરાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. તથ્યોને ધ્યાનમાં લેવામાં આવે તો એક ખતરનાક ચિત્ર ઉપસી આવે છે. જે રીતે દેશના જુદા જુદા ભાગોમાં ત્રાસવાદી મોડ્યુલ ઉભા થઇ રહ્યા છે તે જોતા ખતરનાક ચિત્ર ઉપસી આવે છે. એનઆઇએની ટીમ હવે હમેંશા ખુબ એલર્ટ રહે તે જરૂરી છે. તે એલર્ટ રહેશે તો જ કોઇ મોટા ખતરાથી દેશને બચાવી શકાશે. કારણ કે ત્રાસવાદીઓ દેશને નુકસાન કરવા માટે સતત લાગેલા છે. તક મળતાની સાથે જ આ લોકો હુમલાને અંજામ આપી શકે છે. તમિળનાડુમાં જેહાદી ત્રાસવાદીઓના નેટવર્કને લઇને માહિતી પહેલા પણ સપાટી પર આવી ચુકી છે. કોરોના વાયરસના આતંક વચ્ચે ત્રાસવાદીઓ માત્ર ભારતમા ંજ નહીં બલ્કે યુરોપના દેશોમાં હુમલા  કરવાની યોજના ધરાવે છે. હાલમાં ત્રાસવાદી ગતિવિધી દેખાઇ રહી નથી. આવી સ્થિતીમાં ત્રાસવાદી આકાઓ પર સતત દબાણ વધી રહ્યુ છે.ટુંકમાં કહેવામાં આવે તો તો ત્રાસવાદીઓને કોરોનાની કોઇ ચિંતા નથી.તેઓ તેમના ઇરાદા પાર પાડવા માટેની યોજના બનાવી રહ્યાછે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here