ત્રાસવાદીઓની કમર તુટી: તમામ મોટા લીડરો કાશ્મીરમાં ફુંકાઇ રહ્યા છે

0
85
Share
Share
  • વર્ષ ૨૦૨૦માં સેંકડો ત્રાસવાદીઓનો ખાતમો
  • ત્રાલમાંથી હિજબલનો સપૂર્ણ સફાયો: સેના ખુબ આક્રમક

નવી દિલ્હી,તા. ર૯

જમ્મુ કાશ્મીરમાં સક્રિય ત્રાસવાદી સંગઠનોની કમર તુટીગઇ છે. કારણ કે સતત સેના અને સુરક્ષા દળો દ્વારા આક્રમક કાર્યવાહી કરવામાં આવી રહી છે. હિઝબુલ અને લશ્કરે તોયબાની પણ કમર તુટી ગઇ છે. ત્રાલ વિસ્તારમાંથી તો હિઝબુલનો સંપૂર્ણ સફાયો થયો છે. તમામ ટોપ લીડર  ફુંકાઇ ગયા છે. સેના અને સુરક્ષા દળોએ હાલમાં જ ૧૨૦ ત્રાસવાદીઓનો ખાતમો કર્યો છે. જમ્મુકાશ્મીરમાં મજબુત ગ્રાઉન્ડ ઇન્ટેલિજન્સની સહાયથી ત્રાસવાદીઓની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના કારણે હવે ત્રાસવાદી સંગઠનની કમર તુટી ગઇ છે. સ્થિતી એ છે કે આ વર્ષે જેટલા ત્રાસવાદીઓની ભરતી કરવામાં આવી છે તેના કરતા વધારે ત્રાસવાદીઓ માર્યા ગયા છે. રાજ્યમાં હવે અલગતાવાદીઓ હવે વિદેશી ઘુસણખોરો પર વધારે આધાર રાખી રહ્યા છે. ઇન્ટેલિજન્સ રેકોર્ડ મુજબ આ વર્ષે જમ્મુ કાશ્મીરમાં જ્યારે ત્રાસવાદી સંગઠનોમાં ૭૧ ત્રાસવાદીઓની ભરતી થઇ છે. જ્યારે ૧૩૨ ત્રાસવાદીઓને લશ્કરી ઓપરેશનમાં મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. પાકિસ્તાન અને પોકમાંથી આ વર્ષે હજુ સુધી ૧૩૦ ત્રાસવાદીઓ દ્વારા ઘુસણખોરી કરવામાં આવી હતી. આ પ્રવાહને જોતા ખીણમાં સક્રિય ત્રાસવાદીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ વર્ષે લશ્કલશ્કરી ઓપરેશનમાં જે ૧૩૨ ત્રાસવાદીઓ માર્યા ગયા છે તેમાં ૭૪ વિદેશી નાગરિકો સામેલ છે.  અને ૫૮ સ્થાનિક ત્રાસવાદીઓ સામેલ છે. આ ત્રાસવાદીઓમાં લશ્કરે તોયબાના ૧૪, હિજબુલના  અને અલ બદરના ટોપ કમાન્ડર પણ સામેલ છે. રાજ્ય પોલીસ, સેના અને સીઆરપીએફનમા સંયુક્ત ઓપરેશનથી મોટી સફળતા હાંસલ થઇ રહી છે. તમામ મોટા લીડરો કાશ્મીરમાં ફુંકાઇ રહ્યા છે. જેથી ફફડાટ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here