ત્રણ લાખના બદલે ૧૦ લાખ વસુલ્યા છતાં વ્યાજ માટે ધમકી

0
24
Share
Share

સુરત,તા.૨૧
સુરતમાં વ્યાજે લીધેલા પૈસાના બદલે પઠાણી ઊઘરાણીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પૈસા લેનાર નાના વરાછાના યુવકને રસ્તે અટકાવી અને તેની બસ ઝૂંટવી લેવાની ધમકી આપનાર જૂનાગઢના ફાઇનાન્સર બંધુઓ સામે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. હકિકતમાં આ ફરિયાદી યુવકે સુરતમાં પત્નીની સારવાર માટે લીધેલા ૩ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. આ રૂપિયાનું વ્યાજ વધારી ૧૦ ટકાના દરે પઠાણી ઊઘરાણી કરી રસ્તા વચ્ચે બસ અટકાવી કબ્જો જમાવવાની ધાક-ધમકી આપનાર જૂનાગઢના ફાઇનાન્સર ભાઈઓ વિરૂધ્ધ ટ્રાવેલ એજન્ટે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના પોલીસ વડાએ વ્યાજખોરો સામે કડકાઈથી કામ લેવા માટે ખાસ ગુનાઓ નોંધવા કમર કસી છે ત્યારે આ પ્રકારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.સુરતના લસકાણા-ખોલવડ રોડ સ્થિત ઓપેરા પેલેસમાં રહેતા અને નાના વરાછાના એસએમસી ગજાનંદ કોમ્પ્લેક્ષમાં અવધ ટ્રાવેલ્સ નામે ટ્રાવેલ એજન્ટ તરીકેનું કામ કરતા નીમેશ મનસુખ ભાઈ લક્કડ ત્રણ વર્ષ અગાઉ પત્નીની સારવાર માટે જૂનાગઢના ફાઇનાન્સર બંધુ અમીત કામોઠી અને તેના ભાઇ મનોજ કામોઠી પાસેથી પ્રથમ ૨ લાખ અને ત્યાર બાદ ૧ લાખ મળી કુલ ૩ લાખ રૂપિયા ૩ ટકાના વ્યાજે લીધા હતા અને સમયસર વ્યાજ પણ ચુકવતા હતા. વ્યાજની રકમ સમયસર ચુકવવા છતા અચાનક જ વ્યાજ ૩ ટકાથી વધારી ૫ ટકા કરી દીધું હતું.નીમેશે ૩ ટકાની વાત કરતા ફાઇનાન્સર બંધુએ ધમકી આપતા કહ્યું હતું કે જો ૫ ટકા નહીં ચુકવે તો ૩ લાખ પરત આપી દો. જેથી નીમેશે ૫ ટકા વ્યાજ પણ સમયસર ચુકવવાનું શરૂ કર્યુ હતું. પરંતુ ત્યાર બાદ અચાનક જ ૧૦ ટકા જેટલા પઠાણી વ્યાજની ઉઘરાણી શરૂ કરી દીધું હતું અને ત્રણ વર્ષમાં વ્યાજ પેટે ૧૦ લાખથી વધુની રકમ ચુકવી દીધી હોવા છતા વધુ વ્યાજની માંગણી કરી ટ્રાવેર્લ્સની બસ રસ્તા પર અટકાવી તેની પર કબ્જો જમાવવાની ધાક-ધમકી આપી છેલ્લે બે વર્ષથી કનડગત કરતા હતા. જેથી છેવટે ફાઇનાન્સર બંધુઓના ત્રાસથી કંટાળી નીમેશે તેમના વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા ડીજીપીની સૂચનાજરાતમાં વ્યાજખોરોનો ત્રાસ દિવસને દિવસે વધી રહ્યો છે. ત્યારે આવા વ્યાજખોરોને કાબૂમાં લેવા માટે ગુજરાત પોલીસે કડક વલણ અપવનાવ્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here