મુંબઈ,તા.૨૬
એક્ટર અરશદ વારસીએ ખુલાસો કર્યો છે કે, ‘મુન્નાભાઈ ’ શ્રેણીની ત્રીજી ફિલ્મની ત્રણ પટકથાઓ તૈયાર છે પરંતુ તેને નથી લાગતું કે આ ફિલ્મ નજીકના ભવિષ્યમાં બની શકશે. ડાયરેક્ટર રાજકુમાર હિરાની અને નિર્માતા વિધુ વિનોદ ચોપરાએ આ ફ્રેન્ચાઈઝીની શરૂઆત કરી હતી જેની કહાની મુન્નાભાઈ નામના એક ટપોરી અને તેના સાથી સર્કિટની ભૂમિકાની આસપાસ ફરતી જોવા મળે છે.
પ્રથમ ફિલ્મ ‘મુન્નાભાઈ એમબીબીએસ’ ૨૦૦૩માં આવી હતી ત્યાર બાદ ૨૦૦૬માં આગામી ફિલ્મ ‘લગે રહો મુન્નાભાઈ’ રિલીઝ થઈ હતી. આ શ્રેણીની ત્રીજા ફિલ્મ કેટલાય સમયથી પાઇપલાઈનમાં છે. અરશદ વારસી અનુસાર તેમને નથી ખબર આ ફિલ્મમાં કેમ આટલો બધો વિલંબ થઈ રહ્યો છે. અરશદ વારસીએ કહ્યું, “આ સૌથી વિચિત્ર વાત છે, કારણ કે ત્રણ પટકથાઓ લગભગ તૈયાર છે અને નિર્માતા પણ ફિલ્મ બનાવાવ માગે છે.
ડાયરેક્ટર, એક્ટર અને દર્શકો પણ તૈયાર છે જે ફિલ્મ જોવા મઘા છે તેમ છતાં ફિલ્મ નથી. ચોપરાએ ફેબ્રુઆરીમાં કહયું કે, ટીમે “મુન્નાભાઈ”ની ત્રજીા ફિલ્મના કથાનક પર કામ પૂરું કર્યું છે અને તેઓ તેના પર આગળ કામ કરી રહ્યા છે.