તો કિમોથેરાપીની જરૂર ઓછા દર્દીને

0
21
Share
Share

ભારતમાં દર ત્રણ પૈકી એક સ્તન કેન્સરના દર્દીને કિમોથેરાપીથી બચાવી શકાય છે. પરંતુ આના માટે જો આ બિમારી ફરી થવાના ખતરાની ચેતવણી આપનાર ટેસ્ટની કિંમતને ઘટાડી દેવાની તાકીદની જરૂર દેખાઇ રહી છે. જો વધુને વધુ લોકો આ ટેસ્ટનો ઉપયોગ કરીને તેના ખર્ચને ઉપાડી લેવાની સ્થિતીમાં આવશે તો એક ટેસ્ટ મારફતે દેશના ૩૦ ટકા સ્તન કેન્સર અથવા તો બ્રેસ્ટ કેન્સરના દર્દીઓને કિમોથેરાપીની પ્રક્રિયામાંથી બચાવી શકાય છે. કેટલાક ટેસ્ટ પૈકી એક ટેસ્ટ ઓન્કોટાઇપ ડીએક્સ ટેસ્ટ છે. જે સૌથી વધારે માન્ય છે. જો કે તે ખર્ચાળ ખુબ છે. એમ્સના પ્રોફેસર અને સર્જિકલ ઓન્કોલોજી વિભાગના હેડ એસવી દેઓએ કહ્યુ છે કે માત્ર પાંચ ટકા દર્દી એવા છે જે ઓન્કોટાઇપ ડીએક્સ ટેસ્ટ ખર્ચ ઉપાડી શકે છે. કારણ કે તેની કિંમત ત્રણ લાખ રૂપિયા છે. બાકીના દર્દીઓ માટે અમે ક્લિનિકલ અસેસમેન્ટ કરવામાં આવે છે. તેના આધાર પર નક્કી કરવામાં આવે છે કે તેમને કિમોથેરાપીની જરૂર છે કે કેમ. મેક્સ ડે કેયરના ઓન્કોલોજી સેન્ટરના સિનિયર ડાયરેક્ટર પીકે જુલ્કા કહે છે કે પ્રાઇવેટ સેક્ટરમાં પણ માત્ર ૨૦ ટકા દર્દીઓ જ એવા છે જે આ પ્રકારના મોંઘા ટેસ્ટ માટેના ખર્ચને ઉપાડી લેવા માટે તૈયાર થાય છે. ઓન્કોટાઇપ ડીએક્સ એક એવા પ્રકારના ટેસ્ટ તરીકે છે જે વિદેશોમાં તો કેટલાક વર્ષોથી કરવામાં આવે છે પરંતુ ભારતમાં આને લઇને વધારે માહિતી લોકો પાસે નથી. આટેસ્ટના ભાગરૂપે બિમારી સાથે જોડાયેલા ૨૧ જીન્સના આધાર પર બિમારી ફરી થવાના ખતરાને શુન્યથી ૧૦૦ના સ્કેલ પર આંકવામાં આવે છે.  ટેસ્ટમાં ખુલાસો થયો છે કે ટેસ્ટ દરમિયાન એવી મહિલા જે શુન્યથી ૧૦ વચ્ચે આવે છે તેમાં બીજી વખત સ્તન કેન્સર માટેનો ખતરો ઓછો રહે છે. પંરતુ જે મહિલા ૨૬થી ૧૦૦ વચ્ચે આવે છે તેમાં બીજી વખત સ્તન કેન્સરનો ખતરો વધી જાયછે. ૧૧થી ૨૫ વચ્ચેની મહિલા કઇ કેટેગરીમાં આવશે તેની કોઇ માહિતી આપવામાં આવી નથી. જાણકાર લોકો માને છે કે ૫૦ ટકા દર્દીની બિમારીનો ખુલાસો એડવાસ્ડ સ્ટેજમાં થયો છે. નિષ્ણાંતોની વાત માનવામં આવે તો આ ટેસ્ટથી દર્દીઓને ખુૂબ ફાયદો થાય છે. જો કે તબીબોનુ કહેવુ છે કે આ ટેસ્ટ ભારતમાં હોય તો પણ ૩૫ ટકા દર્દીને જ ફાયદો થઇ શકે છે. કારણ કે ભારત જેવા દેશમાં આશરે ૫૦ ટકા દર્દીઓને બિમારી અંગે માહિતી એડવાન્સ્ડ સ્ટેજમાં મળે છે. હકીકતમાં નિષ્ણાત તબીબો કહે છે કે કિમોથેરાપીના એક સાયકલની કિંમત ખાનગી હોસ્પિટલમાં ૨૦થી ૩૦ હજાર રૂપિયા હોય છે. સ્તન કેન્સરના દર્દીને સામાન્ય રીતે કિમોથેરાપીના આઠથી નવ સાયકલ હોય છે. જેનો ખર્ચ એક લાખ ૬૦ હજારથી લઇને ૨ લાખ ૭૦ હજાર  સુધીનો હોય છે. સર્જરી અને હાર્મોન થેરાપીનો ખર્ચ અલગથી થાય છે. આવી સ્થિતીમાં જો દર્દીને ઓન્કોટાઇપ ડીએક્સ ટેસ્ટ સસ્તામાં ઉપલબ્ધ થશે તો વધારે દર્દીને ફાયદો થશે. કારણ કે ટેસ્ટથી જાણી શકાય છે કે તેમને કિમોથેરાપીની જરૂર છે કે કેમ.તાજેતરમાં જ કરવામાં આવેલા એક ચોકાવનારા અભ્યાસમાં ચેતવણી આપવામાં આવી છે કે જે મહિલાઓ વિટ્રો ફર્ટીલાઇઝેશન કરાવી ચુકી છે. તે મહિલાઓમાં મોડેથી અંડાશયના કેંસરનો ખતરો બે ગુણો થઇ જાય છે. ૧૫ વર્ષ સુધી કરવામાં આવેલા અભ્યાસ બાદ તેના તારણો જારી કરવામાં આવ્યા છે. અભ્યાસના પરિણામ જરનલ હ્યુમન રિપ્રોડક્શનમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ અભ્યાસના તારણો ૧૯૧૪૬ બાળકો નહીં ધરાવતી મહિલાઓને આવરી લઇને જારી કરવામાં આવ્યા છે. આ મહિલાઓ આઇવીએફ પહેલા ઓવરી અથવા તો અંડાશયની સારવાર કરાવી ચુકી છે. જ્યારે આઇવીએફ નહીં ધરાવતી મહિલાઓને પણ આમા આવરી લેવામાં આવી હતી. અભ્યાસમાં જાણવા મળ્યુ કે વિટ્રો ફર્ટીલાઇઝેશન મારફતે પસાર થઇ ચુકેલી મહિલાઓમાં અંડાશયના ટ્યુમરનો ખતરો રહે છે. આ ઘણી વખત જીવલેણ બની શકે છે. આના કારણે સર્જરીની જરૂર પડે છે. આઇવીએફ ગ્રુપમાં ૬૧ મહિલાઓને ઓવરીના ટ્યુમરની અસર દેખાઇ રહી હતી.  બ્રિટીશ જરનલ ઓફ કેંસરમાં અન્ય એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ૧૦ વર્ષ સુધી દવા લેનાર મહિલા ઓવરીના કેંસરના જોખમને ૫૦ ટકા સુધી ઘટાડી શકે છે. .

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here