તો આપના ડેટાને કોઇ નહીં ચોરી શકે

0
18
Share
Share

ગયા વર્ષે કરોડો લોકોના ડેટા ચોરી થઇ જતા ભારે ખળભળાટ મચી ગયો હતો. હેકર્સ દ્વારા લોકોના એકાઉન્ટમાં એન્ટ્રી કરીને તેમના પર્સનલ ડેટા, બેન્ક ડિટેઇલ્સ , એડ્રેસ જેવા ઉપયોગી ડેટાની ચોરી કરી લેવામાં આવી હતી. વર્ષ ૨૦૧૮માં પણ આશરે દરેક સપ્તાહમાં લોકોના ડેટા ચોરી સાથે જોડાયેલી માહિતી સપાટી પર આવી રહી હતી. આવી સ્થિતીમાં સવાલ ઉઠે છે કે શુ આવી કોઇ તરીકા છે જેના કારણે ડેટાને પૂર્ણ રીતે સુરક્ષિત રાખીને ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકાય. હેકર્સ પણ તમારી માહિતી સુધી ન પહોંચી શકે તે માટે શુ કરવુ જોઇએ તેને લઇને હમેંશા ચર્ચા રહે છે. કેટલીક એવી ટિપ્સને ધ્યાનમાં લેવામાં આવે તો એકાઉન્ટને સુરક્ષિત રાખી શકાય છે. સૌથી પહેલા તો ચેક કરી લેવાની જરૂર છે કે આપના ડેટા લીક થયા છે કે કેમ. એટલે કે આપના એકાઉન્ટમાં કોઇ શખ્સે ઘુસણખોરી કરી તો નથી. આના માટે તમે હેવબીન પોન્ડ ડોટ કો પર જઇને આની ચકાસણી કરી શકો છો. આપના ડેટામાં કોઇ ઘુસણખોરી થઇ છે કે કેમ તેની ચકાસણી આના માટે કરી શકાય છે. આના માટે ઉપરોક્ત વેબસાઇટ પર જઇને પોતાના ઇમેલ આઇડી અથવા તો જુના પાસવર્ડ નાંખવાની જરૂર હોય છે. જો આ વેબસાઇટ પર આપને ડેટા લીક થવા માટેની માહિતી મળે છે તો તરત જ પાસવર્ડ બદલી દેવાની જરૂર હોય છે. અલગ અલગ એકાઉન્ટ માટે એક જેવા પાસવર્ડ ક્યારેય રાખવા જોઇએ નહીં. એટલે કે એક જ પાસવર્ડનો ઉપયોગ તમામ એકાઉન્ટમાં ન કરો તે જરૂરી છે. જો તમે તમામ એકાઉન્ટ માટે એક જ પાસવર્ડનો ઉપયોગ કરશો તો એક એકાઉન્ટમાં ઘુસણખોરી હોવાની સ્થિતીમાં તમામ એકાઉન્ટમાં ઘુસણખોરી થઇ શકે છે. આવી સ્થિતીમાં તમામ એકાઉન્ટસ પર જોખમ રહે છે. અલગ અલગ એકાઉન્ટસ પાસવર્ડને મેનેજ કરવા માટે લાસ્ટપાસ અથવા તો વન પાસવર્ડ જેવા પાસવર્ડનો ઉપયોગ કરવામાં આવી શકે છે. પાસવર્ડ મેનેજર આપના એકાઉન્ટસના પાસવર્ડને પૂર્ણ રીતે સેફ રાખે છે. સાથે સાથે આપને એવા પાસવર્ડ જનરેટ કરવામાં મદદ કરે છે જેમાં સરળતાથી ઘુસણખોરી કરી શકાતી નથી. પોતાના એકાઉન્ટની સુરક્ષા માટે તરત જ ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન એક્ટિવ કરવામાં આવે છે. આનો લાભ એ થશે કે જો કોઇ હેકરની પાસે આપના એકાઉન્ટના પાસવર્ડ છે તો પણ તે આપના એકાઉન્ટમાં ઘુસણખોરી કરી શકશે નહીં. કારણ કે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન આપના એકાઉન્ટસને પૂર્ણ રીતે સેફ રાખે છે. જો આપને આપના એકાઉન્ટસે લઇને વધારે ખતરો લાગે છે તો આપ યુબી કિ જેવા ડિવાઇસની ખરીદી કરી શકો છો. સાથે સાથે એપ્સ અને કોમ્પ્યુટરને વધારે અપડેટ રાખી શકો છો. જાણકાર ટેકનોલોજી નિષ્ણાંત કહે છે કે એડ ટ્રેકિંગને  ઓફ કરવાથી ફાયદો થાય છે. પેડ વીપીએનનો ઉપયોગ પણ કરી શકાય છે. આના ઉપયોગ મારફતે તમે પોતાના ઇન્ટરનેટ ટ્રાફિક અને આઇપી એડ્રેસ ને થર્ડ પાર્ટીથી છુપાવી શકો છો. જે આપના ડેટાને એનક્રિપ્ટ કરે છે. આના કારણે કોઇના માટે પણ ઓપન નેટવર્કથી આપના ડેટા સાથે ચેડા કરવાની બાબત મુશ્કેલરૂપ બની શકે છે. પોતાના ક્રેડિટને મોનિટર કરી શકાય છે. જો તમને લાગે છે કે સંવેદનશીલ ડેટા લીક થયા છે તો આ બાબત આપના એકાઉન્ટ માટે જોખમી સાબિત થઇ શકે છે. આના કારણે ક્રેડિટ કાર્ડ સંબંધમાેં કંપની અને બેંકને જાણ કરવામાં આવે તે જરૂરી હોય છે. આ તમામ બાબતોને જાળવી રાખીને ડેટાની ચોરીને રોકી શકાય છે. ડેટાને લઇને વિશ્વભરમાં જોરદાર ચર્ચા છેડાયેલી છે. ડેટાની સુરક્ષાને લઇને આગામી દિવસોમાં વધારે  સુરક્ષિત પાસા પર નિર્ણય કરવામાં આવી શકે છે. જુદાજુદા ટિપ્સનો ઉપયોગ કરીને ડેટા ચોરીના ખતરાને ટાળી શકાય છે. હેકર્સ દ્વારા જુદી જુદી ટેકનોલોજીનો ઉપયોગ કરીને એકાઉન્ટસમાં ઘુસણખોરી કરવામાં આવે છે. જેથી ડેટા મામલે સાવધાની જરૂરી છે. ડેટા કોઇ પણ વ્યક્તિ માટે સૌથી સંવેદનશીલ હોય છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here